Team Chabuk-Gujarat Desk: સુરતના વરાછા વિસ્તારમાં આવેલા SBI બેંકના ATMમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો. ATMમાં ચોરી કરવા ઘૂસેલા ચોરને પોલીસે રંગે હાથ ઝડપી લીધો હતો. પુણે સ્થિત SBIના કંટ્રોલ રૂમમાં સિંગ્લન મળતા તેમણે તાત્કાલિક સુરત પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક સતર્ક થઈને ગણતરીના મિનિટોમાં જ ઘટનાસ્થળે જઈને આરોપીને દબોચી લીધો હતો.
મળતી માહિતી મુજબ સુરતના વરાછા વિસ્તારમાં આવેલા SBIના એટીએમને અજાણ્યા તસ્કરે નિશાન બનાવ્યું હતું. રાત્રીના ત્રણ વાગ્યા આસપાસ એક શખ્સ એટીએમમાં ઘૂસ્યો હતો અને ATMને હથોડી અને છીણીની મદદથી તોડવાનો પ્રયાસ કર્યો હતો.
આ દરમિયાન પુણે સ્થિત SBIના કંટ્રોલ રૂમમાં સાયરન વાગતા સમગ્ર ઘટના અંગે સુરત પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. ત્યારબાદ વરાછા પોલીસને જાણ કરાતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને ચોરી કરી રહેલા શખ્સને પોલીસે રંગે હાથ ઝડપી લીધો હતો.
પોલીસ તપાસમાં આરોપીનું નામ બબલુ પારસનાથ વર્મા હોવાનું સામે આવ્યું હતું. આરોપીએ એલએચ રોડ પર આવેલી પાટીચાલ ઝૂપડપટ્ટીમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. આરોપી પોલીસની પૂછપરછમાં કબૂલ કર્યું કે, એમ્બ્રોઇડરીનું કામ ન મળતા અને રૂપિયાની જરૂર હોવાથી ચોરી કરવાનું નક્કી કર્યું હતું. ચોરીની ટ્રીક જાણવા માટે યુ-ટ્યૂબ પર સર્ચ કર્યું હતું. તેમાંથી ચોરીનો પ્લાન ઘડી કાઢ્યો હતો. પોલીસે તેને પકડ્યો ત્યારે તેની પાસેથી આરી સહિતના સાધનો મળી આવ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- પુલવામા હુમલાના 6 વર્ષઃ આજે પ્રેમની વાતો નહીં વીરોની વાત થઈ રહી છે
- સોનાના ભાવમાં ક્યારે લાગશે બ્રેક ? આજે ભાવમાં ફરી વધારો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર