Homeગુર્જર નગરીસુરત: અકસ્માતમાં 2 મિત્રોના મોત, એક મિત્રે જન્મદિવસે બાઈક લીધું હતું, 18...

સુરત: અકસ્માતમાં 2 મિત્રોના મોત, એક મિત્રે જન્મદિવસે બાઈક લીધું હતું, 18 દિવસ પહેલાં જ બન્યો હતો પિતા

Team Chabuk-Gujarat Desk: સુરતમાં ઓલપાડ રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો જેમા સાયણ  ગામના બે યુવાનોના મોત થયા છે. મૃતકો પૈકી એક યુવકે પોતાના જન્મદવસે જ સ્પોર્ટ બાઇક ખરીદી હતી અને તેના પર મિત્રને બેસાડી ઓલપાડ તરફથી આવી રહ્યો હતો. આ દરમિયાન આગળથી જતા મોપેડને ઓવરટેક કરતી વખતે અકસ્માત સર્જાયો હતો. દુર્ઘટનામાં બાઇક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બીજી તરફ તેના મિત્રને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. જો કે, સારવાર દરમિયાન તેણે પણ અંતિમ શ્વાસ લીધા હતા. બંને યુવાનોના મોતના કારણે બંને પરિવારોમાં શોકની લાગણી છવાઇ છે.

મળતી માહિતી મુજબ ઓલપાડ તાલુકાના સાયણ ગામે સાયણ સુગર રોડ પર આવેલી નહેર કોલોની ખાતે રાકેશ વિનોદભાઈ વસાવા (ઉ.વ 21) રહેતા હતા. તેમના ઘરે 18 દિવસ પહેલા જ બાળકનો જન્મ થયો હતો. સ્પોર્ટ બાઇક ચલાવવાનો શોખીન એવા રાકેશ વસાવાનો 13 ઓક્ટોબરે જન્મદિવસ હતો. તેણે તે જ દિવસે સ્પોર્ટ બાઇક લીધી હતી. જેનો હજુ રજીસ્ટર નંબર પણ આવવાનો બાકી હતો. 24 તારીખને રવિવારે બપોરે 3 વાગ્યાના અરસામાં રાકેશ તેનો મિત્ર કાર્તિક સુંદર વસાવાને પાછળ બેસાડી ઓલપાડથી સાયણ તરફ આવતી વખતે સોસક કોટન મંડળી આગળના રોડ પાસેથી પસાર થઇ રહ્યો હતો.

આ દરમિયાન તેમની આગળથી જતા મોપેડનો ઓવરટેક કરવા જતાં અન્ય મોપેડ સાથે ધડાકાભેર અથડાયા હતા અને બાઈક પરથી ફંગોળાઈ ગયા હતા. દુર્ઘટનામાં સ્પોર્ટ બાઇક ચાલક રાકેશ વસાવાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે તેમની પાછળ બાઇક પર બેઠેલો કાર્તિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. કાર્તિકને લોહીલુહાણ હાલતમાં જ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેણે પણ દમ તોડ્યો હતો.

ADV

ઉલ્લેખનીય છે કે, રાકેશે 12 દિવસ પહેલાં જ 13 ઓક્ટોબરે પોતાના જન્મદિવસે સ્પોર્ટબાઈક ખરીદી હતી. એટલું જ નહીં 18 દિવસ પહેલાં જ તે પિતા બન્યો હતો. આ અકસ્માતના કારણે માસુમ બાળકે પિતાની છત્ર છાયા ગુમાવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments