Team Chabuk-National Desk: ડ્રગ્સ કેસમાં ફસાયેલા સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન અને અભિનેત્રી અનન્યા પાંડે પાસેથી નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો, વોટ્સએપ પર ડ્રગ્સ ચર્ચાને લઈ પૂછતાછ કરી રહી છે. આ વચ્ચે આ બંને સ્ટાર કિડ્સની ડ્રગ્સને લઈ કરવામાં આવેલી ચર્ચા સામે આવી છે. સામે આવેલી વોટ્સએપ ચેટમાં આર્યન અને અનન્યા ડ્રગ્સ ખરીદવા પર વાત કરી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, એક અન્ય ચેટમાં આર્યન ખાને મજાકમાં પોતાના મિત્રોને ધમકી આપી હતી કે, તેઓ એનસીબીની તેમના પર કાર્યવાહી કરાવશે. એનસીબી હવે આ ચેટનો ઉપયોગ બંનેની પૂછપરછમાં કરી રહી છે. આર્યન ખાન હાલ ત્રણ અઠવાડિયાથી આર્થર રોડ જેલમાં બંધ છે. અનન્યા પાંડેની એનસીબી બે દિવસથી પૂછપરછ કરી રહી છે. એક મીડિયા રિપોર્ટ મારફતે સામે આવેલી આ ચેટને, એનસીબીએ મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ‘અપરાધી પ્રમાણ’ ના રૂપે રાખ્યું છે.
સામે આવેલી ચેટમાં ઉચિત કુમાર નામના વ્યક્તિ પાસેથી આર્યન ખાન થોકમાં ડ્રગ્સ ખરીદવાની વાત કરી રહ્યો છે. આર્યન ખાને ઉચિત કુમાર પાસેથી 80,000 રૂપિયાની ડ્રગ્સ મંગાવી હતી. આર્યન ખાનના ફોનમાંથી મળી આવેલા બે વોટ્સએપ ડેટામાં, બે અન્ય લોકોની સાથે ડ્રગ્સ પર ગ્રુપ ચેટ છે, એ પણ દેખાડવામાં આવી છે. એનસીબી પાસે અનન્યા પાંડે સિવાય, ત્રણ અન્ય સ્ટારકિડ સાથેની આર્યન ખાનની ચેટ પણ છે.
આ કેસમાં તપાસ કરતા એનસીબીને ભાળ મળી છે કે, કેટલાક ડ્રગ પેડલર અને સપ્લાયર એવા છે, જે વિસ્તાર કરીને બોલિવુડ અને ગ્લેમરની દુનિયામાં પ્રવેશવા ઈચ્છે છે. એનસીબી અનન્યા પાંડેની એક સપ્લાયરના રૂપમાં પૂછપરછ કરી રહી છે. તપાસ એજન્સીઓ આ ચેટનો ઉપયોગ અનન્યા સામે આગામી પૂછપરછ દરમિયાન કરશે.
પ્રથમ આપત્તિજનક ચેટ મેસેજ જુલાઈ 2019ની સાલનો છે. આ વોટ્સએપ ચેટમાં અનન્યા પાંડે અને આર્યન ખાને ડ્રગ્સ પર ચર્ચા કરી હતી. જેમાં આર્યને એક ખાસ પ્રકારના ડ્રગનું નામ પણ લીધું હતું. જેના પર અનન્યાએ કહ્યું હતું કે, તેની ઘણી ડિમાન્ડ છે. અનન્યાની સાથે ચેટ કરતા આર્યન ખાને કહ્યું હતું કે, હું આને તારી પાસેથી ખાનગી રીતે લઈશ. જેના પર અનન્યાએ જવાબ આપ્યો હતો કે, ઠીક છે.
આર્યન – હું તારી પાસેથી ચૂપચાપ લઈ લઈશ.
અનન્યા – ઠીક છે.
આર્યન- વીડ? (એક પ્રકારનો ડ્રગ્સ)
અનન્યા- એ આજકાલ ડિમાન્ડમાં છે.
આર્યન- હું તારી પાસેથી ખાનગીમાં લઈશ.
અનન્યા- ઠીક છે.
એનસીબીના જણાવ્યા અનુસાર, પ્રથમ દૃષ્ટીએ એવું પ્રતીત થઈ રહ્યું છે કે, અનન્યા પાંડે આર્યન ખાન માટે એક નાની આપૂર્તિકર્તા છે. એ તારીખની જ એક બીજી ચેટમાં અનન્યાએ આર્યનને લખ્યું હતું કે, ‘હવે હું વેપારમાં છું.’
આ પહેલા એનસીબી દ્વારા પ્રાપ્ત કરાયેલી નવી ચેટમાં તારીખ 04-18-2021ની હતી. જેમાં આર્યન ખાને પોતાના બે મિત્રોને કોકેન અંગે પૂછ્યું હતું. એ મજાકમાં પોતાના મિત્રોને એનસીબીના નામથી ધમકાવતા પણ જોવા મળ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત