Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર અને ગુજરાતે વધુ એક વીર સપૂત ગુમાવ્યો છે. ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતો 24 વર્ષીય જવાન શહીદ થતાં તેને સંપૂર્ણ માન-સન્માન સાથે અંતિમ વિદાય અપાઈ હતી. સુરેન્દ્રનગરના લખતરના લીલાપુર ગામનો યુવાન કુલદીપ હરિકૃષણ પટેલ ચાર વર્ષ પહેલાં જ નૌસેનામાં જોડાયો હતો. થોડા સમય પહેલાં શીપમાં અકસ્માતે તેને ગંભીર ઈજા પહોંચી હતી. ટૂંકી સારવાર બાદ નેવીના જવાન કુલદીપ પટેલનું નિધન થયું હતું.
કેવી રીતે સર્જાયો અકસ્માત ?
કુલદીપ પટેલ મુંબઈમાં INS બ્રહ્મપુત્ર યુનિટમાં ફરજ બજાવતો હતો. 28 જુલાઈએ તેમનું શીપ મુંબઈથી પોરબંદર જઈ રહ્યું હતું. આ દરમિયાન શીપનું રડાર ચાલું કરતી વખતે શીપના અંડર ડોરમાં પગ લપસી ગયો હતો. જેના કારણે એન્જિનના રડારના ચક્કરમાં કુલદીપના પગ ફસાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં કુલદીપના પગમાં ગંભીર ઈજા થઈ હતી. દુર્ઘટના બાદ તેને તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. સારવાર દરમિયાન કુલદીપ પટેલનું નિધન થયું હતું.
બહેને આપી મુખાગ્નિ
જે હાથેથી રાખડી બાંધવાની હતી તે હાથે બહેને વ્હાલસોયા ભાઈને મુખાગ્નિ આપી હતી. કુલદીપ પટેલ પરિવારનો એકનો એક પુત્ર અને બહેનનો એકનો એક ભાઈ હતો. ભાઈને રાખડી બાંધવાની જગ્યાએ મુખાગ્નિ આપવાના દુઃખથી બહેનની આંખો એટલી રડી હતી કે તેમની આંખોમાં આંસુ ખુટી પડ્યા હતા.
અંતિમયાત્રામાં ગામ આખુ હિબકે ચઢ્યું
શહીદ જવાનની અંતિમ યાત્રામાં ગામ આખુ હિબકે ચઢ્યું હતું. શહિદની અંતિમયાત્રામાં ગામ આખુ જોડાયું હતું. આ દરમિયાન વીર જવાન અમર રહોના નારા ગૂંજી ઉઠ્યા હતા. ગામના લોકો ઉપરાંત અંતિમયાત્રામાં સ્થાનિક રાજકીય આગેવાનો પણ જોડાયા હતા. રાજકીય આગેવાનોએ શહીદના અંતિમદર્શન કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને તેના પરિવારને સાંત્વના પાઠવી હતી.
દેશના વીર સપૂતને આખરી સલામ pic.twitter.com/ftpiiwC1RX
— thechabuk (@thechabuk) July 29, 2021
નેવી અને પોલીસે આપ્યું ગાર્ડ ઓફ ઓનર
શહીદ જવાન કુલદીપ પટેલને મુખાગ્નિ આપતા પહેલાં ઈન્ડિયન નેવીએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. આ ઉપરાંત લખતર પોલીસે પણ શહીદને ગાર્ડ ઓફ ઓનર આપી સલામી આપી હતી.
શહીદ કુલદીપ થડોદાના માન-સન્માન સાથે અંતિમ સંસ્કાર pic.twitter.com/8U5LOZYafh
— thechabuk (@thechabuk) July 29, 2021
તાજેતોજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત