Team Chabuk-Gujarat Desk: કોરોના મહામારીના કારણે અનેક લોકોના ધંધા-રોજગાર અને નોકરીઓ પર અસર પડી છે. અનેક લોકો બેરોજગાર થઈ ગયા છે. આર્થિક સંકટના કારણે ઘણા લોકો ઉંધા રવાડે પણ ચડી ગયા છે. ત્યારે સુરતમાં (surat) દારૂના (alcohol) ધંધાના રવાડે ચડેલા એક રત્નકલાકારની (ratna kalakar) ધરપકડ (caught) કરવામાં આવી છે. મકાઈના ડોડાની આડમાં સેલવાસથી સુરતના કાપોદ્રા સુધી દારૂનો જથ્થો લઈ આવનાર રત્નકલાકારની પોલીસે ધરપકડ કરી છે. કોરોના મહામારીના કારણે આર્થિક સંકટમાં આવી ગયેલા રત્નકલાકારે દારૂનો ધંધો કરવાના ઈરાદે બે મિત્રો સાથે મળીને આ દારૂ વેચવાનું શરૂ કર્યું હતું.
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે આરોપી સેલવાસથી દારૂ મંગાવતો હતો. બે વખત અલગ અલગ સ્થળ પર આ દારૂનો ટેમ્પો છુપાવીને રાખવામાં આવ્યો હતો. પરંતુ ત્રીજી વખત બહાર કાઢતાં સમયે પોલીસે તેને ઝડપી લીધો હતો. કાપોદ્રા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે આ અંગેની બાતમી મળી હતી કે, પાસોદરાથી એક સિલ્વર કલરના ટેમ્પોમાં મકાઈના ડોડાની આડમાં દારૂ લાવવામાં આવી રહ્યો છે.
આ દારૂ અશ્વીનીકુમાર રોડથી રૂપાલી સોસાયટી તરફ લઈ જવામાં આવી રહ્યો છે. જેથી પોલીસે હીરાબાગ કાપોદ્રા પાસે વોચ ગોઠવી હતી. બાતમીના આધારે એક સિલ્વર કલરની ટેમ્પો નીકળતાં તેને રોક્યો હતો અને ડ્રાઈવરની પુછપરછ કરતાં તે કાપોદ્રાની સૌરાષ્ટ્ર સોસાયટીમાં રહેતો હોવાનું અને જીગર સુધીર સાવલીયા નામ હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટેમ્પાની અંદર તપાસ કરતાં મકાઈના ડોડા હતા અને તેની નીચે પુઠ્ઠાના બોક્સમાં 1.97 લાખ રૂપિયાની કિંમતનો દારૂ મળી આવ્યો હતો.
કાપોદ્રા પોલીસે ટેમ્પોના ડ્રાઈવર જીગરની વધુ પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, અમરોલીમાં રહેતાં સુરજ ઉર્ફે કાલુ શાહુ તથા સિદ્ધાર્થની સાથે મળીને દારૂનો વેપાર તેણે શરૂ કર્યો હતો. ટેમ્પો ડ્રાઈવર જીગર હીરાના કારખાનામાં કામ કરતો હતો પરંતુ કોરોના મહામારીના કારણે લોકડાઉન થતાં કામ ઘટી ગયું હતું અને આર્થિક ભારણ વધી ગયું હતું. તેથી તેણે તેના મિત્ર સુરજ અને સિદ્ધાર્થની સાથે મળીને દારૂનો વેપાર શરૂ કર્યો હતો.
આરોપીના બન્ને મિત્ર સુરજ અને સિદ્ધાર્થે સેલવાસના અમિત નામના બુટલેગર પાસેથી દારૂ મંગાવ્યો હતો. આ દારૂ લઈને અમરોલી કોસાડમાં રહેતો રવિ નામનો યુવક આવ્યો હતો. રવિએ આ ટેમ્પોને પાસોદરામાં અવાવરું જગ્યાએ મૂકી દીધો હતો અને ટેમ્પોની ચાવી જીગરને આપી દીધી હતી. ત્યારબાદ જીગર સાવલીયા આ ટેમ્પો લઈને સુરત આવી રહ્યો હતો તે દરમિયાન કાપોદ્રા પોલીસે બાતમીના આધારે તેને પકડી લીધો હતો.
પોલીસે આરોપી જીગર સાવલીયાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો અને પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ આ મામલે પોલીસ આરોપી જીગર સાવલીયાની વધુ પુછપરછ કરી રહી છે.
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા