Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓ ભયના ઓથાર નીચે અભ્યાસ કરી રહ્યા છે. સરકાર હજુ પણ છેવાડાના ગામોમાં શિક્ષણ વ્યવસ્થામાં સુધારો કરી શકી નથી. તેનો બોલતો પુરાવો છે જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના નાવડા ગામની શાળા.. નાવડા ગામની શાળા હાલ જર્જરિત હાલતમાં છે. છતનો કાટમાળ ગમે ત્યારે વિદ્યાર્થીઓ પર પડી શકે છે. ત્યારે ગામ લોકોનું કહેવું છે કે સરકાર યાત્રાઓ, જાહેરાતો અને તાયફાઓમાં રૂપિયાનો વેડફાટ કરવાની જગ્યાએ શાળાઓની હાલત સુધારે તે જરૂરી છે.
નાવડા ગામની પ્રાથમિક શાળા વર્ષોથી નળિયાવાળા મકાનમાં કાર્યરત છે. હાલ ચોમાસું ચાલી રહ્યું છે. ત્યારે શાળાના વર્ગોના અનેક નળિયાઓ તૂટેલી હાલતમાં છે. લાકડાના ટેકા પણ વચ્ચેથી ફાટી ગયા છે. જેથી વરસાદ પડે ત્યારે પાણીનો ધોધ થતો હોય તેમ શાળાના વર્ગોમાં પાણી પડી રહ્યું છે. નાવડા ગામની શાળામાં 80 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને આ વિદ્યાર્થીઓને દર વર્ષે આ મુશ્કેલીનો સામનો કરીને અભ્યાસ કરવો પડે છે જેના કારણે તેઓને અભ્યાસમાં પણ ખલેલ પહોંચે છે.
શાળાની આ નળિયાવાળી છત ગમે ત્યારે ધરાશાયી થાય તે હાલતમાં છે. શિક્ષકો પણ ભયના ઓથાર નીચે અભ્યાસ કરાવી રહ્યા છે. ગામ લોકોનું કહેવું છે કે અનેક વખત આ બાબતે રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. તંત્રને જાણે બાળકોના અભ્યાસ અને જીવની ચિંતા ન હોય તેમ આખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ વાલીઓ અને ગ્રામજનોની માંગ છે કે ગામમાં સારી શાળા બનાવવામાં આવે.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા