Team Chabuk-Gujarat Desk: જૂનાગઢની આસપાસના વિસ્તારોમાં સિંહની વસ્તી વધી જતા હવે ગમે ત્યાં પડાવ નાખી દે છે. સાસણની જ નજીક આવેલા તાલાલા ગીરના અંતરિયાળ ગામોમાં તો સિંહની ડણક ન સંભળાય તો નવાઈ. ત્યારે તાલાલા તાલુકાના માધુપુર ગીર ગામની સીમના ચકલીધાર વિસ્તારમાં આઠેક જેટલા સિંહે છેલ્લા કેટલાય દિવસોથી ધામા નાખ્યા છે. સિંહો અહીં પશુઓનું મારણ કરે છે. લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે, જેથી તેઓ સિંહને જંગલમાં પરત લઈ જવા માટેની વન વિભાગને અરજ કરી રહ્યા છે.
માધુપર ગીર વિસ્તારના ગ્રામજનોનું કહેવું છે કે, અહીં પહેલા છ સિંહના જ ધામા હતા પછી ક્યાંકથી વધુ બે ડાલા મથ્થા આવી ચડતા કુલ સંખ્યા આઠ થઈ ગઈ છે. છેલ્લા કેટલાય સમયથી છે અને જવાનું નામ નથી લઈ રહેલા. આઠે સિંહોએ માધુપુર ગીર વિસ્તારમાં ગર્જના કરી કબ્જો જમાવીને રાખ્યો છે અને પાછળ હટવાનું નામ નથી લઈ રહ્યા. છેલ્લા બે દિવસથી વિફરેલા આ સિંહો ખેતરમાં ચરતા પશુઓને પોતાનો શિકાર બનાવી મારણ પર ઉતરી આવ્યા છે.
અહીંના ગ્રામજનોની એક જ માગણી છે કે જંગલખાતાના અધિકારીઓ આ સિંહને ફરી જંગલમાં લઈ જાય, કારણ કે ઉપાધી એ થઈ રહી છે કે પશુ ચરાવવા માટે હવે એક સાથે આઠથી દસ લોકોને જવું પડે છે. આ આખુ ગામ હાલ તો ભયના ઓથાર તળે આવી ગયું છે. જેથી છૂટકારાની ગ્રામ્યજનો માગણી કરી રહ્યા છે.
આવું કંઈ પહેલી વખત નથી બન્યું. પહેલા પણ ઘણી વખત સિંહ જંગલ વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તારમાં આવી જતા હતા, પણ તેઓ આટાફેરા મારી ચાલ્યા જતા હોય, અથવા તો શિકાર કરી જંગલમાં પરત ફરી જતા ક્ષેમકુશળ સ્થિતિ રહેતી. જ્યારે આ આઠ સિંહોએ છેલ્લા કેટલાય સમયથી માધુપુર ગીરને પોતાનો અડ્ડો બનાવીને રાખ્યો હોવાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.
(તસવીર-ફાઈલ ફોટો)
તાજેતાજો ઘાણવો઼
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત