Team Chabuk-National Desk: મધ્યપ્રદેશના એક કિશોરે ફ્રિ ફાયર ગેમ રમતા રમતા ચાલીસ હજાર રૂપિયા ખર્ચી નાખ્યા. જેના પર તેની માતા તેના પર ગુસ્સે ભરાઈ હતી. બદલામાં કિશોરે માતાનો ગુસ્સો સહન ન થતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. કિશોરે આત્મહત્યાની ચીઠ્ઠીમાં લખ્યું હતું કે, ‘આઈ એમ સોરી મા, રડ નહીં.’
આ સમગ્ર ઘટના મધ્યપ્રદેશના છતરપુર વિસ્તારમાં બની હતી. અહીં સાગર રોડ પર પેથોલોજી સંચાલક વિવેક પાંડે પોતાની પત્ની પ્રીતિ પાંડેની સાથે રહે છે. તેમને એક પુત્ર કૃષ્ણા અને એક પુત્રી છે. તેમની પત્ની જિલ્લા હોસ્પિટલમાં નોકરી કરે છે. કૃષ્ણા છઠ્ઠા ધોરણમાં ભણતો હતો. શુક્રવારના રોજ કૃષ્ણાના પિતા પેથોલોજી લેબમાં નોકરી પર ગયા હતા. જ્યારે તેની માતા હોસ્પિટલમાં ફરજ પર હતી. એ સમયે ખાતામાંથી 1500 રૂપિયા કટ થવાનો સંદેશ મોબાઈલમાં આવ્યો હતો. માતાએ ઘરમાં હાજર તેના પુત્રને ફોન કર્યો હતો અને પૈસા કેવી રીતે કપાય તે પાછળનું કારણ જાણવા માગ્યું હતું.
પુત્ર કૃષ્ણાએ ઓનલાઈન ગેમ રમવાના કારણે પૈસા કપાયા હોવાની સાચેસાચી જાણકારી આપી દીધી હતી. જેનાથી માતા નિરાશ થઈ હતી અને કૃષ્ણાને નજીવો ઠપકો આપ્યો હતો. કૃષ્ણા માતાનો ઠપકો ખાધા બાદ રૂમમાં ચાલ્યો ગયો હતો. ઘરમાં હાજર તેની બહેને તેના રૂમનો દરવાજો ખખડાવ્યો તો કોઈ અવાજ નહોતો આવી રહ્યો. પુત્રીએ આ અંગે તેના પિતાને જાણકારી આપી હતી. માતા પિતા ઘરે પહોંચ્યા હતા અને જોયું તો કૃષ્ણાએ ફાંસી લગાવી લીધી હતી.
થોડા સમયથી કૃષ્ણાને ફ્રિ-ફાયર ગેમ રમવાની લત લાગી ગઈ હતી. આ પહેલા પણ તે અઢળક વખત રૂપિયા ગુમાવી ચૂક્યો હતો. મૃત્યુ બાદ કૃષ્ણાની સ્યુસાઈડ નોટ મળી આવી હતી. એ અંગ્રેજીમાં લખવામાં આવી હતી. જેમાં 40 હજાર રૂપિયા ગેમ રમવામાં ગુમાવ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉપરાંત બાળકે માતા પિતા પાસેથી માફી માગી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત