Homeગુર્જર નગરીરાજકોટના હડાળા ચેકડેમમાં માતાની સામે જ જુડવા બહેનોનું ડૂબી જતાં મોત, એક...

રાજકોટના હડાળા ચેકડેમમાં માતાની સામે જ જુડવા બહેનોનું ડૂબી જતાં મોત, એક સાથે બે અર્થી નીકળતાં ગામ આખું હીબકે ચઢ્યું

Team Chabuk-Gujarat Desk: રાજકોટના હડાળા ચેકડેમમાં ડૂબી જવાના કારણે બે જૂડવા બહેનોના મૃત્યુ થયા છે. માતાની નજરી સામે જ બંને બહેનો ચેકડેમમાં ડૂબી ગઈ હતી. ચેકડેમમાં જુડવા બહેનો સહિત કુલ ત્રણ બાળકીઓ ડૂબી ગઈ હતી. જેમાંથી અન્ય એક બાળકીને ગામલોકોએ બહાર કાઢી લીધી હતી ત્યારે જુડવા બહેનો પાણીમાં ડૂબી ગઈ હતી. ડેમમાંથી બહાર કાઢેલી બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. હાલ બાળકી સારવાર છે.

બીજી તરફ એક જ પરિવારની બે દીકરીઓએ એક સાથે જીવ ગુમાવતા પરિવાર શોકમાં ગરકાવ છે. ગામમાં એક સાથે બે-બે બાળકીઓની અર્થી ઉઠતાં ગામ લોકોની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. મળતી માહિતી અનુસાર રાજકોટ મોરબી હાઇવે પર આવેલા હડાળા ગામે રહેતા રાજેશ સીતાપરાની બાર વર્ષની બે પુત્રી આશિયા અને અનોખી રવિવારે બપોરે ગામના ચેકડેમમાં નાહવા ગઈ હતી. આ સમયે તેમની માતા પણ તેની સાથે હતા. તેઓ તેમની નજીક જ ડેમના કિનારે કપડાં ધોઈ રહ્યા હતા. બીજી તરફ બંને બાળકીઓ ડેમમાં મસ્તી કરતી કરતી ડૂબકીઓ લગાવી રહી હતી.

rps-baby-world-1

આ સમયે જ દુર્ઘટના સર્જાઈ. બંને બહેનો ઉંડા પાણીમાં જતી રહી અને ડૂબવા લાગી. આ જોઈને ત્યાં હાજર તેની પિતરાઈ બહેને તેને બચાવવા પાણીમાં છલાંગ લગાવી હતી. જો કે, તે પણ તેની સાથે ડૂબવા લાગી હતી. આ સમયે બાળકીની માતાએ બૂમાબૂમ કરતાં સ્થાનિકો દોડી આવ્યા હતા અને બાળકીઓને બચાવવાની કોશિશ કરી હતી. જો કે, કમનસીબે બે બાળકીને બચાવી શકાઈ ન હતી. જ્યારે અન્ય એક બાળકીને પાણીમાંથી સુરક્ષિત બહાર કઢાઈ હતી.

advertisement-1

આમ, માતાની સામે જ બંને બહેનોએ જીવ ગુમાવતા માતા ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડી હતી. જ્યારે અન્ય લોકોની આંખ પણ આંસુઓથી ભરાઈ આવી હતી. આ કિસ્સો અન્ય માતાઓ માટે પણ લાલબત્તી સમાન છે. માતા-પિતા વાલીઓએ અજાણ્યા પાણીમાં નાના બાળકોને નાહ્વા જવા દેવામાં મોટુ જોખમ છે. બાળકોને ત્યારે જ પાણીમાં જવા દેવા જોઈએ જ્યારે બધુ બરાબર હોય. પાણી બહું ઉડું ન હોય અથવા તો તેમને તરતા આવડતું હોય.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments