Team Chabuk-National Desk: લખીમપુર ખીરીના તિકુનિયામાં મચેલા હડકંપનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જેમાં ખેડૂતો પર આચરવામાં આવેલી બર્બરતા સાફ દેખાઈ રહી છે. પાછળથી આવી રહેલી થારે પહેલા તો ખેડૂતોને ટક્કર મારી અને પછી ફોર્ચ્યુનર તેમને કચડતી આગળ ચાલી ગઈ. આસપાસ ઉભેલા ખેડૂતો આ કારની ટક્કરથી પત્થરની માફક હવામાં ઉછળીને જમીન પર પડ્યા હતા.
⚠️ Hit & Run
— Amaan (@amaanbali) October 4, 2021
Truth can not be hidden for long. The videos made on Phones are finally coming out. Entire Sold media has questioned the families of farmers about #Lakhimpur incident. In video is Thar of Mishra ramming farmers mercilessly pic.twitter.com/P8BVcDE2kw
તિકુનિયામાં થયેલા ભડકામાં કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્ર ટેનીની તરફથી ભલે પોતાના પુત્ર આશીષ મિશ્રાને બચાવવા નીત નવીન નિવેદનો આપવામાં આવી રહ્યા હોય. પણ આ ઘટનાક્રમને લઈને સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલો વીડિયો સત્યતા ઉજાગર કરી રહ્યો છે. આ વાઈરલ વીડિયોમાં ખેડૂતોના એ દાવાની પણ પુષ્ટી થઈ રહી છે, જેમાં તેઓ પોતાની દરેક વાતને પ્રમાણ સાથે સત્ય ઠેરવવાની બે દિવસથી કોશિશ કરી રહ્યા છે.
તિકુનિયાના બે વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યા છે. પ્રથમ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, પ્રદર્શનકારી ખેડૂતો હાથમાં ઝંડો લઈને પસાર થઈ રહ્યા છે. વચ્ચે હુટર વગાડતી ત્રણ કાર ત્યાં આવી પહોંચે છે. પ્રથમ થાર જીપ છે. બીજી ફોર્ચ્યુન કાર છે અને ત્રીજી કોઈ અન્ય છે. માતેલા સાંઢની જેમ થાર જીપ પહેલા તો ખેડૂતોને ટક્કર મારે છે અને તેમને કચડતી આગળ નીકળી જાય છે. થોડી ક્ષણોના અંતરાલમાં પાછળથી આવી રહેલી ફોર્ચ્યુન કારે પણ રસ્તામાં પડેલા ખેડૂતોને કચડી નાખ્યા અને જે બાજુમાં ઉભા હતા તેમને ટક્કર મારી દીધી.
इसके बाद भी गोदी मीडिया कहेगा गलती किसानो की है . pic.twitter.com/iw9THMckK7
— Simran Singh – Khalsa Sewa (@Sewa_In_Blood) October 4, 2021
ખેડૂતોને પહેલા ટક્કર મારનારી થાર જીપની પાછળ કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્ર ટેનીનું પોસ્ટર પણ લાગેલું હતું. વાઈરલ થયેલા ત્રીસ સેકન્ડના વીડિયોમાં પોસ્ટર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. તિકુનિયામાં થયેલી હત્યાઓનો એક બીજો વીડિયો પણ વાઈરલ થયો છે. જેમાં રસ્તાની બાજુમાં ઉભેલી થાર જીપમાંથી બે યુવકો ભાગતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો ખેડૂતોને કચડ્યા બાદનો હોવાનું સામે આવી રહ્યું છે.
ખેડૂતોને કચડી નાખવા સંબંધિત વીડિયોને ટ્વીટર પર ટ્રેન્ડ કરવામાં આવી રહ્યો છે અને શેર કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં હજ્જારો લોકો તેને રિ-ટ્વીટ કરી ચૂક્યા છે અને લાખો હિટ્સ પણ આવી ચૂકી છે. કેટલાક લોકો કોમેન્ટ સેક્શનમાં ડ્રાઈવરનો ફોટો પણ અપલોડ કરી રહ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે પથ્થર આડો આવવાના કારણે તે ગાડીનું સંતુલન ગુમાવી બેઠો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત