Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એક દિવસમાં રાજ્યમાં વધુ 13 હજાર 105 કેસ નોંધાયા છે અને 137 દર્દીઓએ કોરોના વાયરસના કારણે દમ તોડ્યો છે. બીજી તરફ એક જ દિવસમાં 5 હજાર 10 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ઘરે પરત પણ ફર્યા છે.
રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો પાંચ હજારને પાર પહોંચી ગયો છે. અમદાવાદમાં એક દિવસમાં કુલ 5 હજાર 226 કેસ નોંધાયા છે. અને 1039 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. એકલા અમદાવાદમાં જ કુલ 24 દર્દીઓના નિધન થયા છે.
રાજ્યમાં અમદાવાદ બાદ સુરત પણ વુહાન બની રહ્યું છે. સુરતમાં એક દિવસમાં 2 હજાર 16 લોકો કોરોના સંક્રમિત થયા છે અને 27 લોકો એક જ દિવસમાં કોરોના સામેની જંગ હારી ગયા છે. સુરતમાં એક જ દિવસમાં કુલ 917 દર્દીઓએ કોરોનાને મ્હાત પણ આપી છે.
આ ઉપરાંત વડોદરા, રાજકોટ, મહેસાણા, જામનગર, બનાસકાંઠા, કચ્છ, ગાંધીનગર, પાટણ, ભાવનગર, ખેડા, નવસારી અને જૂનાગઢમાં પણ કેસ વધી રહ્યા છે.
વડોદરામાં એક દિવસમાં 781 કેસ નોંધાયા છે. આ ઉપરાંત, રાજકોટમાં કુલ 762, જામનગર 564, ગાંધીનગર જિલ્લામાં 276, ભાવનગર જિલ્લામાં 254, જૂનાગઢ જિલ્લામાં 202 અને મહેસાણામાં 444 લોકો સંક્રમિત થયા છે.
આ તરફ બનાસકાંઠામાં 236, કચ્છમાં 214, પાટણમાં 158, ભરૂચમાં 157, ખેડામાં 114, નવસારીમાં 107, તાપીમાં 103, દાહોદમાં 97 કેસ, પંચમહાલમાં 97, વલસાડમાં 95 અને સુરેન્દ્રનગરમાં 87 કેસ નોંધાયા છે. આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં કેસ 100થી નીચે છે.
રાજ્યભરમાં એક્ટીવ કેસની સંખ્યા વધી ગઈ છે. હાલ કુલ 92,084 દર્દીઓ કોરોના સામે જંગ લડી રહ્યા છે જેમાંથી 376 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5 હજાર 877 દર્દીઓના મૃત્યુ થયા છે. તો કુલ 3 લાખ 55 હજાર 875 દર્દીઓએ કોરોનાને મ્હાત પણ આપી છે.
ગુજરાતમાં કોરોના સામેની લડાઈમાં રસીકરણ અભિયાન પણ તેજ બનાવાયું છે. ગુરૂવારે રાજ્યમાં એક દિવસમાં કુલ 1 લાખ 42 હજાર 537 વ્યક્તિઓનું રસીકરણ થયું હતું. અત્યાર સુધીમાં કુલ 91 લાખ 51 હજાર 776 વ્યક્તિઓને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે. જ્યારે 17 લાખ 07 હજાર 297 વ્યક્તિઓને રસીના બે ડોઝ અપાયા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત