Homeગામનાં ચોરે"સોરી, મને ખબર ન હતી કોરોનાની વેક્સિન છે" ચીઠ્ઠી લખી ચોર વેક્સિન...

“સોરી, મને ખબર ન હતી કોરોનાની વેક્સિન છે” ચીઠ્ઠી લખી ચોર વેક્સિન પરત મુકી ગયો

Team Chabuk-National Desk: હરિયાણાના જિંદમાં સિવિલ હોસ્પિટલમાં ચોરીનો એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. ચોરે હોસ્પિટલમાંથી ચોરી તો કરી પરંતુ જ્યારે તેને ખબર પડી કે તેણે ચોરેલી વસ્તુ કોઈ સોના-ચાંદીના ઘરેણાં કે રોકડા રૂપિયા નથી પરંતુ કોરોનાની વક્સિન છે તો ચોર તેને પરત મુકી ગયો. ચોરે વેક્સિન પરત કરતાંની સાથે એક ચીઠ્ઠી પણ મુકી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, “સોરી, મને ખબર ન હતી કે આ કોરોનાની દવા છે”

જિંદ પોલીસના DSP જિતેન્દ્ર ખટકડે માહિતી આપતા કહ્યુ હતું કે, બુધવારે જિંદ સિવિલ હોસ્પિટલમાંથી કોરોના વેક્સિનના કેટલાય ડોઝ ચોરાઈ ગયા હતા. જો કે, ગુરૂવારે બપોરે અંદાજીત 12 વાગ્યે ચોર સિવિલ લાઈન પોલીસ સ્ટેશન બહાર ચાની દુકાન પર બેસેલા વૃદ્ધ પાસે પહોંચ્યો અને તેને બેગ દઈને કહ્યું હતું કે, થેલામાં પોલીસ અધિકારીનું ટિફિન છે. બેગ દઈને ચોર ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

આ ઘટના બાદ વૃદ્ધ બેગ લઈને પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. જ્યારે પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસકર્મીઓએ બેગ ખોલ્યું તો તેમાં કોવિશિલ્ડના 182 ડોઝ તેમજ કો-વેક્સિનની 440 ડોઝ મળ્યા હતા. સાથે જ બેગમાંથી એક ચીઠ્ઠી પણ મળી હતી.

આ મુદ્દે DSP જિતેન્દ્ર ખટકડે કહ્યું કે, બની શકે છે કે, ચોરે રેમડેસિવિર ઈન્જેક્શનના ચક્કરમાં કોરોના વેક્સિન ચોરી લીધી હોઈ શકે છે. જો કે, હજુ સુધી ચોર વિશે કોઈ માહિતી મળી નથી. હરિયાણા પોલીસે આ મુદ્દે તપાસ શરૂ કરી છે.

પોલીસે ચોરને પકડવા માટે જ્યાંથી વેક્સિનનો જથ્થો ચોરાયો હતો ત્યાંના સીસીટીવી ફૂટેજ તપાસ્યા છે. સીસીટીવીમાં બે યુવક એક બેગ લઈને જતાં જોવા મળ્યા છે. બંને યુવક કેમેરાથી બચવા માટે પાર્કની ગ્રીલ કૂદીને પી.પી.સેન્ટર સુધી પહોંચ્યા હતા જ્યાં વેક્સિનનો જથ્થો રાખ્યો હતો.

બીજી તરફ વેક્સિનની સુરક્ષા મુદ્દે પણ અનેક સવાલો ઉઠ્યા છે. આ ઉપરાંત એ પણ તપાસનો વિષય છે કે, 12 કલાક કરતાં વધુ સમય સુધી ફ્રીઝની બહાર રહેલી વેક્સિનનો ઉપયોગ થઈ શકશે કે કેમ ?

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments