Homeગુર્જર નગરીલ્યો સાઢુથી વધારે પૈસા કમાવા બનેવીએ ત્રીસ બાઈક ચોરી લીધી

લ્યો સાઢુથી વધારે પૈસા કમાવા બનેવીએ ત્રીસ બાઈક ચોરી લીધી

રાજ્યમાં બે અજીબ કિસ્સા બની ગયા છે. એક કિસ્સો છે પ્રેમિકાના કહેવાથી એક શખ્સે ચોરી કરી. એ પણ પ્રેમિકાના જ ઘરમાં. બીજો કિસ્સો છે પત્નીના મેણા સાંભળી પતી ચોર બની ગયો ! સાંભળ્યું છે પ્રેમ આંધળો હોય છે પણ આવા કિસ્સા સાંભળીને આપને થશે કે ખરેખર પ્રેમ એ આંધળો જ હોય છે. હાલ આ બંને કિસ્સામાં આરોપીઓ જેલમાં મચ્છર મારી રહ્યા છે. પહેલો કિસ્સો રાજકોટનો છે.

પ્રેમીઃ પાર્થ નવનીત ભટ્ટ
પ્રેમિકાઃ રિયાન્સી
હાલનું સરનામુઃ જેલ
સ્થળઃ રાજકોટ

ચોરીનો પ્લાન

રિયાન્સી રેલવેમાં લૉકોપાયલટ તરીકે ફરજ બજાવતા ફ્રાન્સિસ લલિતશેન ક્રિશ્ચિયનની પુત્રી છે. રિયાન્સીનો પ્રેમી છે પાર્થ નવનીત ભટ્ટ. પાર્થ પાસે કંઈ ધંધો ન હતો એટલે તેણે પ્રેમિકાને વાત કરી. પ્રેમિકાએ પણ આપી આપીને ચોરીનો આઈડિયા આપ્યો ! યોજના ઘડાઈ. મોકો મળ્યો અને પ્રેમી ઘરમાંથી 7 લાખ 34 હજાર રૂપિયાનો મુદ્દામાલ લઈને રફૂચક્કર થઈ ગયો.

ચોરીને અંજામ

24મી નવેમ્બરે લૉકોપાયલટ પરિવાર સાથે દિલ્હી ગયા હતા. દિલ્હીથી પરત ફર્યા તો ઘરમાં કઈક અજુગતુ બન્યાનો અહેસાસ થયો. કબાટમાં જોયુ તો સોનાના બિસ્કિટ ન હતા, ઘરેણાં ગાયબ હતા, રોકડ રકમ નજરે નહોતી પડી રહી. આ બધુ જોઈ તેમના પગ નીચેથી જમીન ખસકી ગઈ. તેઓ તાત્કાલિક પોલીસ સ્ટેશને પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી.

આવ હાથ સાફ કરી જા !

પોલીસે ફરિયાદના આધારે ચક્રો ગતિમાન કર્યા અને ચોરનું પગેરું મેળવ્યું. જેમા વિગતો સામે આવી એમાં ફરી એકવાર લૉકોપાયલટ સ્તબ્ધ થઈ ગયા. કેમ કે ચોર તેમની પુત્રીનો પ્રેમી હતો. તેમની પુત્રીએ જ પ્રેમીને આગ્રહ કર્યો હતો કે આવ… ઘરમાથી હાથ સાફ કરી જા!

પોપટની જેમ બોલ્યો પાર્થ !

ઘરમાં અન્ય વસ્તુઓ જેમની તેમ હતી. તાળું તુટ્યું ન હતું. એટલે પોલીસને પહેલી નજરમાં જ શંકા ગઈ હતી કે તાળું ડુપ્લીકેટ ચાવીથી ખુલ્યુ છે. પોલીસે અન્ય દિશામાં તપાસ કરવાના બદલે આ જ દિશામાં તપાસ કરી. પોલીસને તપાસમાં રિયાન્સીના પ્રેમી પાર્થની ખબર પડી. પોલીસે કડક શબ્દો અને લાલ આંખ બતાવી રિયાન્સીના પ્રેમી પાર્થ નવનીત ભટ્ટની પૂછપરછ કરી. ભટ્ટજી પોલીસ સામે બહુ લાંબુ ટકી ન શક્યા અને આખરે ચોરીની કબૂલત કરી લીધી.

ડુપ્લીકેટ ચાવી

આરોપી પાર્થે કહ્યું કે, અમારે જોબ પ્લેસમેન્ટની ઓફિસ ખોલવા માટે પૈસાની જરૂર હતી. રિયાન્સીએ જ ઘરની ચાવી આપી હતી જેની ડુપ્લીકેટ ચાવી બનાવી હતી. અને ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે આ સમગ્ર મામલે તમામ મુદ્દામાલ જપ્ત કરી લીધો છે અને પ્રેમી-પ્રેમિકાને જેલમાં ધકેલી દીધા છે. હાલ બંને જેલની હવા ખાઈને અફસોસ કરી રહ્યા છે.

બીજો કિસ્સો સુરતનો છે

પતિ : બળવંત ચૌહાણ
ફૂલ ટાઈમ જોબઃ હીરા ઘસવા
પાર્ટ ટાઈમ જોબઃ બાઈકની ચોરી !
સ્થળઃ સુરત

ઓહો..પત્નીના આ મહેણાં

બળવંત ચૌહાણ 30 બાઈકની ચોરી કરવાના આરોપમાં જેલના સળિયા ગણી રહ્યો છે. વધુ પૈસા કમાવાની લાલચમાં બળવંત ચૌહાણ ચોરીના રવાડે ચઢી ગયો હતો. વધુ પૈસા કમાવા માટે તે આડી લાઈને એટલે ચઢ્યો હતો કે તે પત્નીના મેહેણાં સાંભળી થાક્યો હતો. આ ખુદ બળવંત ચૌહાણે સ્વીકાર્યું છે.

30 બાઈક ઉઠાવી !

પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે, પત્ની મેહેણાં મારતી હતી કે બનેવી વધુ રૂપિયા કમાય છે. તમે શું કરો છો ? તમે ક્યારે પૈસા બનવશો ? પત્નીનું આ રોજનું થયું હતું એટલે ચૌહાણે બાઈકની ચોરી કરવાનું શરૂ કર્યું. આરોપીનું મૂળ વતન ભાવનગરના પાલિતાણાના જાળિયા ગામ છે. એટલે તે બાઈકની ચોરી કરીને માદરે વતન મોકલી દેતો. જેથી પકડાય નહીં. જો કે, પોલીસના હાથ લાંબા હોય છે તે ગમે ત્યાં પહોંચી જાય. પોલીસે તેની પાસેથી 30 બાઈક સહિત કુલ 6 લાખ 53 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ ઘટના પરથી એ લોકોએ શીખ લેવાની જરૂર છે જે લાલચું છે. જેમને જીવનમાં રૂપિયા જ દેખાઈ રહ્યા છે. જે દેખા-દેખી કરે છે. શબ્દોનો ઘા તલવાર કરતાં પણ વધુ ઘાતક હોય છે. એટલે બોલતી વખતે એ ધ્યાન રાખવું જોઈએ કે તમારા શબ્દોથી કોઈની જિંદગી નર્ક તો નથી બની રહી ને?

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments