Homeગુર્જર નગરીરાજકોટઃ ગોંડલ અનલગઢ રોડ પર બાઈક અને કાર વચ્ચે ટક્કર, બે યુવાનોના...

રાજકોટઃ ગોંડલ અનલગઢ રોડ પર બાઈક અને કાર વચ્ચે ટક્કર, બે યુવાનોના કમકમાટી ભર્યા મોત, એક ઈજાગ્રસ્ત

Team Chabuk-Gujarat desk: રાજકોટના ગોંડલ અનલગઢ રોડ પર કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્મત સર્જાયો જેમાં બે યુવાનોનો મૃત્યુ થયા છે અને અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ગોંડલની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. અકસ્માતમાં મોતને ભેટેલા યુવાનોના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. બીજી તરફ ઈજાગ્રસ્ત યુવક પણ જીવન

rps-baby-world-1

ગુરુવારે બપોરના સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી. જ્યારે બાઈક પર જઈ રહેલા યુવાનો ગોંડલના અનલગઢ રોડ પર આવેલા ભયજનક વળાંક પાસે પહોંચ્યાં ત્યારે જ સામેથી કાળા રંગની એક કાર તેમની સામે યમ બનીને આવી ગઈ હતી અને યુવાનો કઈ સમજે તે પહેલાં જ અથડાઈ ગઈ હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે યુવાનો બાઈક પરથી દૂર ફંગોળાઈ ગયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. આ દુર્ઘટનામાં બે યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. મૃતક યુવાનોને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાનું પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું.

અકસ્માત એટલો જોરદાર હતો કે, બાઈકના ફૂરચે-ફૂરચા ઉડી ગયા હતા. બાઈની સીટ તૂટીને નોખી પડી ગઈ હતી તેમજ બાઈકના બંને વ્હીલ પણ બેન્ડ થઈ ગયા હતા. આ ઉપરાંત બાઈકનું હેન્ડ અને અન્ય પાર્ટસ પણ તૂટી ગયા હતા. બીજી તરફ કારનું બોનેટ પણ તૂટી ગયું હતુ. બાઈક અને કારની હાલત જોઈને જ અકસ્માતનો અંદાજ લગાવી શકાય છે.

rps-baby-world-1

અકસ્માતના પગલે સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત બનાવની જાણ થતાં જ એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એમ્બ્યૂલન્સ દ્વારા ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ગોંડલની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. હાલ આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments