Team Chabuk-National Desk: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના માલિક મુકેશ મંબાણી ભલે એશિયા અને ભારતના સૌથી ધનવાન વ્યક્તિ હોય પરંતુ ગત એક વર્ષમાં અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણીએ મુકેશ અંબાણી કરતાં વધુ કમાણી કરી છે. હાલ ગૌતમ અંદાણી ધનવાન લોકોની યાદીમાં મુકેશ અંબાણી પછી એશિયામાં બીજા નંબરે આવે છે. ગત એક વર્ષમાં ગૌતમ અદાણીએ દરરોજ 1 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી છે. હાલના સમયે ગૌતમ અદાણીની સંપત્તિ 5,05,900 કરોડ રૂપિયા છે. એક વર્ષ પહેલા તેમની આ સંપત્તિ 1,40,200 કરોડ રૂપિયા જ હતી.
મુકેશ અંબાણીની વાત કરીએ તો, મુકેશ અંબાણીએ ગત વર્ષે દરરોજ 163 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આમ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની ગત વર્ષની દરરોજની કમાણીની તુલના કરીએ તો ગૌતમ અદાણીની કમાણી મુકેશ અંબાણી કરતાં છ ગણી વધુ છે. ગૌતમ અદાણીની સંપત્તિમાં નવ ટકાની વૃદ્ધિ થઈ છે. હાલના સમયે મુકેશ અંબાણીની સંપત્તિ 7,18,000 કરોડ રૂપિયા છે.

એક વર્ષમાં ચાર ગણી વધી ગૌતમ અદાણીની સંપત્તિ
IIFL વેલ્થ હુરુન ઈન્ડિયાની રિચ લિસ્ટ 2021ના જણાવ્યા અનુસાર, એક વર્ષમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં લગભગ ચાર ગણો વધારો થયો છે. આ પહેલા મે 2021માં અદાણી એશિયાના બીજા નંબરના સૌથી ધનવાન ઉદ્યોગપતિ બન્યા હતા. પરંતુ તેમની કંપનીઓમાં વિદેશી રોકાણકારોના સમાચાર સામે આવતાં જૂન 2021માં તેમની કંપનીઓના શેરના ભાવમાં મોટો ઘટાડો આવ્યો હતો. જેનાથી તેમની સંપત્તિ પણ ઘટી ગઈ. કેટલાક મીડિયાના અહેવાલોમાં દર્શાવવામાં આવ્યું હતું કે, એનએસડીએલએ વિદેશી ફંડના ત્રણ ખાતા પણ ફ્રીજ કરી દીધા છે. જો કે બાદમાં અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડે આ સમાચારને ખોટા ગણાવ્યા હતા.

રિચ લિસ્ટમાં ગૌતમ અદાણીના ભાઈનો પણ સમાવેશ
એવું પ્રથમ વખત થઈ રહ્યું છે કે, ગૌતમ અદાણી અને દુબઈમાં રહેતા તેમના ભાઈ વિનોદ અદાણી બન્નેને IIFL વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં એક સાથે ટોપ-10માં સ્થાન મળ્યું હોય. વિનોદ અદાણી એશિયાના આઠમાં નંબરના સૌથી ધનવાન ઉદ્યોગપતિ છે. અહેવાલનું માનીએ તો, વિનોદ અદાણીની સંપત્તિ 1,31,600 કરોડ રૂપિયા છે. એક વર્ષમાં તેમની સંપત્તિમાં 21 ટકાનો વધારો નોંધાયો છે.
ટોપ-10 ઉદ્યોગપતિઓની યાદી
IIFL વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2021માં પ્રથમ નંબરે મુકેશ અંબાણી, બીજા નંબરે ગૌતમ અદાણી છે. તો ત્રીજા નંબરે શિવ નાદર એન્ડ ફેમિલી છે જેમની સંપત્તિમાં 67 ટકાનો વધારો થયો છે. શિવ નાદર એન્ડ ફેમિલીએ દરરોજ 260 કરોડ રૂપિયાની કમાણી કરી છે. શિવ નાદર એન્ડ ફેમિલી 2,36,000 કરોડ રૂપિયાના માલિક છે. 2,20,000 કરોડ રૂપિયા સાથે આ યાદીમાં ચોથા નંબરે એસપી હિંદુજા એન્ડ ફેમિલીનું નામ છે. હિંદુજા એન્ડ ફેમિલીની સંપત્તિમાં 53 ટકાનો વધારો થયો છે. તેમણે દરરોજ 209 કરોડ રૂપિયાની કમાણી કરી છે. પાંચમાં નંબરે એલએન મિત્તલ એન્ડ ફેમિલી છે જેઓની સંપત્તિમાં 187 ટકાનો વધારો થયો છે. તેઓએ દરરોજ 312 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એલએન મિત્તલ એન્ડ ફેમિલી 1,74,400 કરોડ રૂપિયાના માલિક છે. 1,63,700 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે સાયરસ એસ પૂનાવાલા છઠ્ઠા નંબરે અને 1,54,300 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે રાધાકિશન દમાની સાતમાં નંબરે છે. આઠમાં નંબરે વિનોદ અદાણી છે. તો નવમાં નંબરે 1,22,200 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે કુમાર મંગલમ બિરલા એન્ડ ફેમિલી છે અને દસમાં નંબરે 1,21,600 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે જય ચૌધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત