Team Chabuk-National Desk: મધ્યપ્રદેશના ગુનામાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. એક પરિવારે મંદિર માટે જમીન ન આપી તો પંચાયતે તેમનો બહિષ્કાર કરવાનો નિર્ણય સંભળાવ્યો. બહિષ્કાર એવો છે કે પરિવારના સારા નરસા પ્રસંગથી લઈને કોઈ શોક પ્રસંગમાં પણ ગામનું કોઈ વ્યક્તિ નહીં જાય. સમાજના અન્ય લોકોને પણ આ પરિવાર સાથે સંબંધ ન રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
પંચાયતના ફરમાન અનુસાર પરિવારે જો સમાજમાં પરત ફરવું હોય તો માથા પર ખાસડું રાખવું પડશે. પાઘડી પગમાં રાખવી પડશે. ગૌમૂત્ર પીવું પડશે. પુરુષોએ દાઢી કપાવવી પડશે. શહેરના શિવાજીનગરમાં રહેનારા પીડિત પરિવારે મંગળવારના રોજ જનસુનાવણી દરમ્યાન કલેક્ટરને ફરિયાદ કરી ત્યારે સમાજની આ આખી તિલિસ્મી ઘટના સામે આવી હતી.

ફરિયાદકર્તા હીરાલાલ ઘોષીનો આરોપ છે કે તેમના પરિવારે આશરે 4000 વર્ગ ફુટ જમીન મંદિર માટે દાનમાં આપી છે. હવે ગ્વાલ સમાજની પંચાયત અતિરિક્ત દબાણ લાદી રહી છે કે આખી જમીન જ મંદિર માટે આપી દેવામાં આવે. હવે સમાજના લોકો આખેઆખી જમીન માગી રહ્યા છે. આ માટે સતત તેમના પર દબાણ નાખવામાં આવી રહ્યું છે. કલેક્ટર ફ્રેંક નોબલે આ અંગે કહ્યું કે, જનસુનાવણીમાં આવેદન આવ્યું છે. એસડીએમને તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
હીરાલાલનું કહેવું છે કે ગ્વાલ સમાજે પંચાયત બોલાવી તેમના પરિવારનો બહિષ્કાર કર્યો છે. તેમને સમાજના કોઈ પણ કાર્યક્રમમાં ભાગ લેવા દેવામાં નથી આવી રહ્યો. પંચાયતમાં પંચનામું બનાવીને બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. પહેલા થોડો સમય આપ્યો હતો બાદમાં તેમણે તમામ સંબંધો તોડી નાખ્યા. મે મહિનામાં કોરોનાના કારણે ભાઈનું નિધન થઈ ગયું. અંતિમ સંસ્કારમાં સમાજનું કોઈ વ્યક્તિ ન આવ્યું. ઘરમાં લગ્ન હતા એમાં પણ સમાજનું કોઈ વ્યક્તિ ન આવ્યું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
