Team Chabuk-Gujarat Desk: બનાસકાંઠા જિલ્લામાં થરાદ-ધાનેરા હાઈવે પર અલ્ટો કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો. જેમાં 5 લોકોનાં મોત થયા છે અને 3થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતમાં મૃત્યુ પામનારરા પાંચેય લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા છે અને 3 ઈજાગ્રસ્તોને ધાનેરા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા છે. બીજી તરફ અકસ્માતના પગલે પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતકોમાં 2 બાળકો સહિત 5 વ્યક્તિઓનો સમાવેશ થાય છે.
મળતી મહિતી મુજબ ટ્રેક્ટરની પાછળ અલટો કાર આવતી હતી. આ દરમિયાન ટ્રેક્ટર ચાલકે અચાનક બ્રેક મારતાં કાર ટ્રેકટર સાથે અથડાઈ હતી. જેમાં 5 લોકોનાં મોત થયા હતા.તેમજ 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને બાદમાં આસ્થા હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા.

અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચઘાણ વળી ગયો છે. ઘડાકાભેર કાર ટ્રેક્ટર સાથે અથડાતા લોકોના ટોળા એકઠાં થઈ ગયા હતા અને તાત્કાલિક 108ને જાણ કરાઈ હતી. બનાવની જાણ થતાં જ તાત્કલિક 108 ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવાયા હતા. તો એમ્બ્યુલન્સ સાથે-સાથે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત