Homeગુર્જર નગરીવડોદરા: આત્મહત્યાના સવા વર્ષ બાદ બેવફા પત્ની સહિત 7 પર સકંજો, જે...

વડોદરા: આત્મહત્યાના સવા વર્ષ બાદ બેવફા પત્ની સહિત 7 પર સકંજો, જે કંપની બનાવી હતી તેના લેટરહેડ પર લખી હતી સુસાઈડ નોટ

Team Chabuk-Gujarat Desk: વડોદરામાં સવા વર્ષ પહેલાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના મટીરયલનો બિઝનેસ કરતા કુલદીપ શર્મા આત્મહત્યા કેસમાં FSLનો રિપોર્ટ આવ્યો છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, સુસાઈડ નોટ કુલદીપે જ લખી હતી. જેના આધારે હવે કુલદીપની પત્ની રેખા અને વ્યાજખોરો સહિત કુલ 7 લોકો સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે.

સવા વર્ષ પહેલાં કુલદીપ શર્મા નામના વેપારીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા પહેલાં તેણે પોતાની કંપનીના જ લેટરહેડ પર સુસાઇડ નોટ લખી હતી. જેમાં પોતાના મોત પાછળ પત્નીની દગાખોરી અને વ્યાજખોરોને જવાબદાર ઠેરવ્યા હતા. કુલ 12 પાનાની સુસાઈડ નોટ પર તેણે પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જો કે, આટલા ગંભીર આરોપ છતાં તેણે એવું પણ લખ્યું હતું કે, “I LOVE U REKHA”

મૂળ વડોદરાના મકરપુરામાં આવેલા સમૃદ્ધિ કોમ્પ્લેક્સમાં રહેતા અને લગ્ન બાદ અમદાવાદમાં બિઝનેસ માટે સ્થાયી થયેલા કુલદીપ શર્માએ વડોદરા આવી સવા વર્ષ પહેલાં ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. કુલદીપની પત્નીનું નામ રેખા છે, જેથી તેણે બિઝનેસ માટે જે ફર્મ બનાવી એનું નામ રેખાનો R અને કુલદીપનો K એમ RK એન્ટરપ્રાઇઝથી બનાવી હતી.

કુલદીપે સુસાઈડ નોટમાં લખ્યું છે કે મેરા સામાન મેરે ઘર ઔર ઓફિસ મેં હૈ, જો મેરે ઘરવાલો કો સોંપ દીયા જાયે. મેરે મોમ, ડેડ કો મેરા ઘર, ઓફિસ કેસર એટલાન્ટા, એસજી હાઇવે અમદાવાદ મેં હૈ, મૈ ઉનકે નામ લીખ રહા હૂં. અમૂલ લોગોને જો ભી લખાણ કિયા હૈ વે જબરદસ્તી કિયા હૈ. મુજે મારા ઔર 2 દિન ઘર મેં બંદ કર દિયા થા. મૂડી સે જ્યાદા વ્યાજ લે ચૂકે હૈ, ઇસ લિયે કુછ ભી દેને કો નહીં નિકલતા. મેરે ઘરવાલો કોઇ પરેશાન મત કરના. અમીતકાકા બહુત ધમકી દેતે થે. સબ લોગોને મુજે બહોત હેરાન કિયા, કિસિકો મત છોડના. મેરી પૂરી જિંદગી ખરાબ કી હૈ ઇસ લિયે મુજે આત્મહત્યા કરની પડ રહી હૈ. મેરે ખુદ કે ઘરે મેં ભી નહીં જા સકતા બોલો મેં ક્યા કરું ? પ્લીઝ કિસિકો મત છોડના, નહીં તો મેરી આત્મા ભટકેગી.

advertisement-1

મોમ, ડેડ, આઇ લવ યુ સો મચ, ઉર્વિક આઇ લવ યુ બેબી. સૉરી પાપા. મેરી વાઇફને ઉનકા સાથ દિયા તો મુજે સબસે જ્યાદા દુઃખ હુવા ઔર મેં ટૂટ ગયા. ઉસકે અફેર કી બાત જાનને કે બાદ ભી મૈંને બોલા કોઇ નહીં છોડ સબ. ફીર ભી વો અપને મા-બાપ કે કહે મૈં ચલી ગયી, મુજે છોડ કે, વો મુજસે બરદાસ્ત નહીં હુવા. મૈંને ઉસે બહોત પ્યાર કિયા થા, પર વો મુજે પ્યાર નહીં કરતી થી. મેરે ઘરવાલોને મુઝે અમદાવાદ નહીં જાને કો કહા. મગર મેરી પત્ની મુજે અમદાવાદ લે ગઇ, ક્યોંકી ઉસકા બોયફ્રેન્ડ અમદાવાદ મેં થા. મુજે બોલા કી બિઝનેસ કરેંગે, પર મુજે નહીં પતા થા કી યે સબ હોગા. મેરે મોમ ઔર ડેડને રેખા કો ઔર મુજે બોલા થા કી વહાં કુછ ભી હુવા તો ઉસકે જિમ્મેદાર હમ લોગ હી હોંગે.

રેખા કો મૈંને બહુત પ્યાર કિયા પર લેકિન ઉસને મુજે કભી ભી નહીં કિયા. ઉસને મુજે કભી ભી સુખ નહીં દિયા તો ભી મેં લેટ ગો કરતા રહા, પર અબ નહીં. મેં દુઃખી હોકર મર રહા હૂં, પતા નહીં, મેરી આત્મા કો શાંતિ મિલેગી કે નહીં. આઇ લવ યુ રેખા. બસ, મૈં જા રહા હું. સબ કો મેરા સોરી.

વેપારીની સુસાઈડ નોટ

સુસાઇડ નોટમાં પોતાના મોત માટે જવાબદાર 8 વ્યક્તિનાં નામ લખ્યા હતા તેમજ નોટમાં લખ્યું હતું કે દિલીપ લધુભાઇ ભરવાડે (રહે. કાળિયાપુરા ગામ. તા. ધોળકા, જી. અમદાવાદ) અને હિતેશભાઇએ મારી પાસેથી 22 લાખનું બિલ્ડિંગ મટીરિયલ 21 દિવસની ક્રેડિટ પર લીધું હતું પરંતુ સમય વીત્યા બાદ દિલીપ ભરવાડે મને રૂપિયા ચૂકવ્યા નહીં. તેથી મારે રૂપિયાની જરૂરિયાત પડતાં મેં અમૂલ ગેમરભાઇ દેસાઇ (રહે. કેસર એલાન્ટા, છારોડી ગામ પાસે, એસ.જી.હાઇવે, અમદાવાદ) અને જિગર મહાદેવભાઇ રબારી (રહે. રબારીવાસ, છારોડી ગામ, એસ.જી. હાઇવે, અમદાવાદ) પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા, જેનું હું અઠવાડિક 10 ટકા લેખે વ્યાજ ચૂકવતો હતો.


તેણે લખ્યું કે, મેં મૂડી કરતાં પણ વધારે રૂપિયા ચૂકવ્યા, તેમ છતાં બંને અમૂલ અને જિગર વધુ રૂપિયાની માગણી કરતા હતા અને મારી પાસે એગ્રીમેન્ટ કરાવી એની પર જબરદસ્તીથી મારી સહી કરાવી લીધી હતી તેમજ અમિતકાકા (અમિતભાઇ લીલાભાઇ દેસાઇ રહે. કેસર એલાન્ટ, છારોડી ગામ, એસજી હાઇવે, અમદાવાદ) મને અવારનવાર ધમકી આપી ખૂબ ગંદું બોલતા હતા.

વેપારીની પત્ની

મારા પિતા મને અમદાવાદ રહેવા જવાની ના પાડતા હતા, તેમ છતાં હું મારી પત્ની રેખા (રહે. કલ્પતરુ પાર્ક મિલિનયમ, ઝુંડાલ, ગાંધીનગર)ના કહેવાથી અમદાવાદ રહેવા ગયો, ત્યારે મને જાણવા મળ્યું કે મારી પત્ની રેખાનો બોયફ્રેન્ડ ગૌરવ બલવિંદરસિંગ થિંદ (રહે. માલિનીપાર્ક સોસાયટી, લિટલ ફ્લાવર સ્કૂલ પાછળ, ચાંદખેડા, અમદાવાદ) અમદાવાદ રહેતો હોવાથી મને તે અમદાવાદ રહેવા લઈ ગઈ હતી. રેખા ઓફિસેથી ગૌરવને ઘરે મળવા માટે જતી હતી અને તેમની વચ્ચે શારીરિક સંબંધ પણ હતા છતાં આ બધું ભૂલી જઇ રેખાને અપનાવી પરંતુ તેણે તથા તેના બોયફ્રેન્ડ ગૌરવે મને દગો આપ્યો.  જેથી હું ખૂબ જ દુઃખી થઇ ગયો છું. સાળો નરેન્દ્ર શર્મા (રહે. કલ્પતરુ પાર્ક મિલિનિયમ, ઝુંડાલ ગામ, ગાંધીનગર) મારી પાસે રૂપિયા હોય ત્યાં સુધી મારી સાથે રહ્યો, પરંતુ મારે દેવું થઇ જતાં તેણે મારાં માતા-પિતાની હાજરીમાં મને ખરાબ બોલી માર મારવાની ધમકી આપી હતી. હાલ આ સમગ્ર મુદ્દે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. તપાસમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments