Team Chabuk-National Desk: બિહારના કટીહારમાં 9 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યાના આરોપમાં એક શખ્સને ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો અને જાહેરમાં જ હત્યા કરી નાખી. બાળકી સાથે બળાત્કારની ઘટના સામે આવતાં ગામવાસીઓ એકઠાં થઈ ગયા અને આરોપી મહોમ્મદ સગીરને ઝડપી લીધો હતો. ત્યારબાદ તેને ગામના ચોકમાં આવેલા ખજૂરના ઝાડ સાથે બાંધ્યો અને ઢોર માર માર્યો.
બનાવની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને અધમૂવા આરોપીને લઈ હોસ્પિટલે પહોંચી હતી જો કે, રસ્તામાં જ તેનું મોત થયું હતું. ઘટના હસનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના હસનગંજ બજારની છે.
બાળકીની માતાએ કહ્યું કે, બાળકી ઘરના આંગણામાં સૂતી હતી. રાત્રે 2 વાગે પાડોશમાં રહેતો મોહમ્મદ સગીર તેની પુત્રીને ઉપાડી ગયો હતો. જ્યારે તે જાગી અને તે સમયે પુત્રી સાથે ન હતી, ત્યારે બધા રાત્રે જ શોધવા માટે નીકળી ગયા હતા. આ દરમિયાન હસનગંજ બજારમાં ગેસના ગોડાઉન પાસે પુત્રી અને આરોપી મોહમ્મદ સગીર કપડા વગર મળી આવ્યાં હતાં.
બાળકીની મતાએ કહ્યું કે, તે બાળકી સાથે ખોટું કામ કરી રહ્યો હતો. આ જોઈને પરિવારજનો રોષે ભરાયા હતા. આરોપીને પકડીને ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યો હતો. જ્યારે અન્ય ગામવાસીઓને આ વાતની જાણ થઈ ત્યારે લોકો ખૂબ રોષે ભરાયા અને આરોપીને ઝાડ સાથે બાંધીને માર માર્યો.
સમગ્ર મામલે હસનગંજ પોલીસ સ્ટેશનના પ્રભારીએ કહ્યું કે, ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીને ગામવાસીઓ પાસેથી છોડાવી સદર હોસ્પિટલ લઈ જઈ રહી હતી. પરંતુ રસ્તામાં જ આરોપીએ અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે કહ્યું કે, આ ઘટનામાં જે પણ ગુનેગાર હશે તેને સજા ફટકારવામાં આવશે. મળતી માહિતી મુજબ આરોપી મોહમ્મદ સગીર પર ભૂતકાળમાં પણ બળાત્કારનો આરોપ લાગી ચુક્યો છે જેનો કેસ ચાલી રહ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત