Homeગુર્જર નગરીVCE નું ગાંધીનગરમાં આંદોલન, ગ્રામ પંચાયતમાં ડિજિટલ સેવાઓ ખોરવાઈ

VCE નું ગાંધીનગરમાં આંદોલન, ગ્રામ પંચાયતમાં ડિજિટલ સેવાઓ ખોરવાઈ

Team Chabuk-Gujarat Desk: રાજ્ય સરકારની યોજનાઓનો ગ્રામ્ય લેવલે સાકાર કરતાં VCE ગાંધીનગર ધરણાં કરી રહ્યા છે. ગુજરાતના 14000 જેટલાં VCE ગુજરાત સરકાર અને ભારત સરકારની યોજનાઓનો ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ રૂપે સફળ કરે છે અને તેનો લાભ સામાન્ય જનતાને આપે છે તેના બદલામાં નહિવત કમિશન પ્રાપ્ત કરે છે. કમિશન નહિ પણ વેતનની માંગ સાથે 8 મી સપ્ટેમ્બરથી હડતાળ ઉપર ઉતરેલા VCE હવે આંદોલન કરી રહ્યા છે.

VCE એ જણાવ્યું હતું કે કમિશન પોલિસી હટાવી પગાર ચાલુ કરવામાં આવે જેથી અમને જોબ સિક્યોરીટી રહે. કોરોના કાળમાં મરણ પામેલ VCEના પરિવારને સહાય આપવામાં આવે. કાલે અમે ગાંધીનગર જઈને અમારી માંગણીઑ રજૂ કરીશું, અમે 8 મી સપ્ટેમ્બરથી હડતાળ ઉપર છીએ. ગાંધીનગર જઈને અમે સત્યાગ્રહ છાવણીએ ધરણાં કરીશું અને અમારી માંગણીઑ જ્યાં સુધી સંતોષવામાં નહિ આવે ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખીશું.

ખેડા જિલ્લાના મહેમાવાદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા એક નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. આ નોટીસમાં VCE ના ગ્રામ પંચાયત સાથેના કરાર રદ્દ કરવાની સૂચના આપવામાં આવી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments