Homeગુર્જર નગરીવડોદરાઃ બે વાસનાંધ વરુએ માતાને ફસાવી પુત્રીને પણ પિંખી નાખી, પુત્રી ગર્ભવતી...

વડોદરાઃ બે વાસનાંધ વરુએ માતાને ફસાવી પુત્રીને પણ પિંખી નાખી, પુત્રી ગર્ભવતી થતાં ગર્ભપાતની ગોળી ખવડાવી, બંનેની ધરપકડ

Team Chabuk-Gujarat Desk: વડોદરાના ગોત્રી વિસ્તારમાં એક મહિલા અને તેની પુત્રી પર બે વિધર્મીએ દુષ્કર્મ આચર્યું. એટલું જ નહીં મહિલાની પુત્રી ગર્ભવતી બનતા તેને ગર્ભપાતની ગોળીઓ પણ ખવડાવી. આરોપ છે કે, બે ભાઈઓમાંથી એક ભાઈ લાંબા સમયથી મહિલા સાથે સંપર્કમાં હતો. આ દરમિયાન તેણે મહિલાને પ્રેમજાળમાં ફસાવી શારીરિક સંબંધ બાંધ્યા અને મહિલાના નગ્ન વીડિયો પણ બનાવી લીધા. જે બાદ આરોપીઓએ માતા અને પુત્રીને બ્લેકમેઈલ તેમનું અવારનવાર શોષણ કર્યું.

આ સમગ્ર મામલે મહિલાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે બંને આરોપીની ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી લીધી છે. મહિલાની ફરિયાદ મુજબ બે વર્ષ પહેલાં તેઓ તેમના પાડોશીના ભાઈના સંપર્કમાં આવ્યા હતા. જેનું નામ તેણે મોનું જણાવ્યું હતું જે ફર્નિચરનું કામ કરતો હતો. બાદમાં મહિલાને તેનું નામ ઈકબાલ અન્સારી હોવાનું જાણવા મળ્યું હતું.  મહિલાએ આરોપ લગાવ્યો છે કે, મોનું જ્યારે પણ મારા ઘર પાસેથી પસાર થાય ત્યારે મારા તરફ જોતો હતો. શાબીરાબેન જરૂર પડે તો મારી પાસેથી ઉછીના પૈસા લઇ જતા હતા.

એક દિવસ મેં તેને મારા ઘરે બોલાવીને લાકડાનું મંદિર બનાવવા જણાવ્યું હતું. જોકે, તેણે મંદિર બનાવી આપવાની ના પાડી હતી. પછી ઇકબાલે મને વીડિયો કોલ કરીને વાત કરતા કહ્યું કે તુમ મુજે બહોત અચ્છી લગતી હો. મારે તારી સાથે આખી જિંદગી જીવવું છે. હું બીજા કોઇની જોડે શાદી નહીં કરૂ હવે હું તારી સાથે જ રહીશ. બીજા દિવસે મોનું મારા ઘરે આવ્યો હતો અને તારી સાથે આખી જિંદગી રહીશ, તેમ જણાવી જબરદસ્તીથી શારિરીક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ હું સવારે ચાલવા જાઉં તો મારી સાથે આવતો હતો. મારા ઘરે આવીને શારિરીક સંબંધ બાંધતો હતો. એક દિવસ હું નાહતી હતી, દરમિયાન દરવાજો ખુલ્લો હતો. બાથરૂમમાંથી બહાર નિકળતા ઇકબાલે મને મારો નગ્ન વીડિયો બતાવ્યો હતો. મેં વીડિયો કેમ ઉતાર્યો તેમ પુછ્યું તો તેણે કહ્યું કે હું સાબિતી ભેગી કરૂં છું. ત્યારબાદ પણ મારી સાથે શારિરીક સંબંધ બાંધવાનો સિલસિલો ચાલુ જ હતો. ઇકબાલને ભાડાના મકાનની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. મેં તેને અમારૂ મકાન ખાલી હોવાથી ત્યાં રૂપિયા 3 હજારના ભાડે રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. ભાડાના મકાનમાં ઇકબાલના ભાઇઓ મહોરમ અન્સારી અને ગોલુ અન્સારી રહેવા આવ્યા હતા.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, છ માસ પહેલા મારી મોટી દીકરી ઘરમાં મારી સાથે સુતી હતી. ત્યારે તે અચાનક રડી પડી હતી. બાદમાં દીકરીએ માતા સામે ઘટસ્ફોટ કર્યો હતો કે, ઈકબાલ ચાર મહિનાથી મને તારા ફોટા બતાવી મને સંબંધ બાંધવા મજબૂર કરતો અને હું ઈનકાર કરું તો તારા ફોટા પપ્પાને બતાવવાની ધમકી આપતો. દરમિયાન પુત્રીને ગર્ભ રહી જતાં ઈકબાલે તેને ગર્ભપાતની ગોળીઓ ખવડાવી હતી. જ્યારે આ વાત મહિલાએ ઈકબાલને કહી તો ઈકબાલે મહિલાને ગાળો આપી હું બંનેને મારી બનાવીશ.

બીજી તરફ મહિલાને જાણવા મળ્યું હતું કે, તેના ઘરમાં ભાડે રહેતો ઈકબાલનો ભાઈ મહોરમ અન્સારી તેની પુત્રીના સંપર્કમાં હતો. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, 17-09-2022ના રોજ મારી દીકરીએ મહોરમ સાથે રજીસ્ટર્ડ મેરેજ કરવાની અરજી કરી છે. આરોપ છે કે, ઈકબાલે મહિલાના બભત્સ ફોટા તેના ભાઈ મહોરમને આપ્યા હતા. જે વાયરલ કરવાની ધમકી આપી મહોરમે દીકરીને લગ્ન કરવા પ્રેરિત કરી હતી. મહિલાની ફરિયાદના આધારે ગોત્રી પોલીસે ઉત્તરપ્રદેશથી બંને ભાઈને ઝડપી લીધા છે. પોલીસ તપાસમાં વધુ કેટલાક ખુલાસા થાય તેવી શક્યતા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments