Team Chabuk-Gujarat Desk: વલસાડ જિલ્લામાં 108 ઈમરજન્સી એમ્બ્યૂલન્સ સેવા પર 4 વર્ષથી પાઇલોટ તરીકે ફરજ બજાવતા સ્વ. કિશોરભાઈ રેવલભાઈ મુંગારિયા જેઓએ તેમની કારકીર્દિમાં અનેક લોકોના જીવન બચાવ્યા હતા. કોરોના વાયરસની વૈશ્વિક મહામારીમાં અનેક લોકોને હોસ્પિટલ સુધી પહોંચાડ્યા હતા. જોકે, આ સેવા આપતા- આપતા તેઓ પોતે પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેમનું સુરતની ન્યૂ સિવિલ હોસ્પિટલમાં ગત 24 એપ્રિલ 2021ના રોજ નિધન થયું હતું. જે લોકો સ્વ.કિશોરભાઈ મુંગારિયાને નજીકથી ઓળખતતા હતા તેમણે કહ્યું કે, કોરોના મહામારીના કપરા સમયમાં લોકસેવા માટે આપેલું આ બલિદાન ક્યારેય ભૂલાય તેમ નથી.

જિલ્લા કલેકટર, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી અને GVK EMRI 108 ઈમરજન્સી એમ્બ્યૂલન્સ સેવા સંસ્થાના પ્રયત્ન થકી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ પચાસ લાખ રૂપિયાની સહાય તેમના પરિવારના બેન્ક ખાતામાં જમા કરાવાઈ છે. આટલી મહામુલી રકમ ખાતામાં જમાં થતાં પરિવારજનોએ જિલ્લા કલેકટર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ધરમપુરના પ્રાંત અધિકારી, ધરમપુરના મામલતદાર તથા GVK EMRI 108 ઇમરજન્સી સેવા સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો.
સ્વ. કિશોરભાઈ મુંગારિયાનું કોરોનાના કારણે નિધન થયા બાદ તેમના પરિવાર નોંધારો બન્યો હતો. જો કે, સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ જાહેર કરવામાં આવેલા વીમા કવચનો લાભ તેઓના પરિવારજનોને મળી શકે તે માટે GVK EMRI સંસ્થા દ્વારા યોજના હેઠળ સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સરકારના નિયત કરેલા નીતિનિયમોનુસાર જરૂરી દસ્તાવેજો સહિતની અરજી સંલગ્ન કચેરી ખાતે મોકલી આપેલી હતી. સરકારના અધિક નિયામકની કચેરી, તબીબી સેવાઓ, આરોગ્ય વિભાગ તથા કલેક્ટરની કચેરી સાથે જરૂરી સંકલન સાધી નિયત કાર્યવાહી પૂર્ણ કરી પરિવારજનોને સમયસર સહાય મળે તે મુજબની કામગીરી કરી હતી. તેમના પ્રયાસથી હવે પરિવારને કોઈનું કરજદાર નહીં બનવું પડે.

પરિવારના જણાવ્યા મુજબ તેઓને આટલી મહામૂલી રકમની સહાય મળશે તેવું અનુમાન પણ ન હતું. મૃતક કિશોરભાઈના પરિવારના સભ્યોએ આ અંગે GVK EMRI 108 ઈમરજન્સી સેવા સંસ્થા તેમજ સરકારનો આભાર માન્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત