Homeદે ઘુમા કેહિટવિકેટ તો ઘણી જોઈ હશે પરંતુ આવી નહીં ! વીડિયો સોશિયલ મીડિયા...

હિટવિકેટ તો ઘણી જોઈ હશે પરંતુ આવી નહીં ! વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે થઈ રહ્યો છે વાયરલ

Team Chabuk-Sports Desk: ક્રિકેટ રોમાંચક રમત છે. પહેલાં કરતાં હવે ક્રિકેટ ઘણું બદલાયુ છે. હવે ખેલાડીઓને પોતાની આક્રમક બેટિંગની સાથે અવનવા શોટ્સના કારણે પણ ઓળખવામાં આવી રહ્યા છે. જો કે, કેટલીકવાર કંઈક નવું કરવા માટે ખેલાડી પોતાની વિકેટ ગુમાવી દેતા હોય છે અને ત્યારબાદ તેમનો આ શોટ ટોક ઓફ ધી ટાઉન બને છે. સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. જેના પર ક્રિકેટ લવર્સ પણ કોમેન્ટ કરવાનું ચુકતાં નથી.

rps-baby-world-1

દક્ષિણ આફ્રિકામાં હાલ પ્રોવિન્સિયલ ટી-20 કપ ચાલી રહ્યો છે. જેમાં તાજેતરમાં જ નાઈટ્સ ને ટાઈટન્સ વચ્ચે મેચ રમાઈ હતી.આ મેચમાં ટાઈટન્સનો ખેલાડી આયાબુલેલા જીકામાને ( Ayabulela Gqamane ) વિચિત્ર રીતે આઉટ થયો હતો. તેણે વધુ પડતા સ્ટંપની નજીક જઈને શોટ ફટકારવામાં હીટવિકેટ થઈને જાતે જ પોતાની વિકેટ ગુમાવી હતી. આયાબુલેલાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.વીડિયોમાં જોઈ શકાય છે કે, આયાબુલેલા બોલને ઓફસાઈડમાં ફટકારવા જતાં જ તેનું બેટ ઓફસ્ટંપને અથડાય છે અને બોલની જગ્યાએ સ્ટંપ ઓફસાઈડ તરફ ફંગોળાય જાય છે. ફેન્સ કહી રહ્યા છે કે, આયાબુલાએ આઉટ થવાની નવી રીત શોધી લીધી છે.

ક્રિકેટ સાઉથ આફ્રિકા નામના ટ્વીટર હેન્ડલ પર આ વીડિયો મુકવામાં આવ્યો છે. જેમાં લખ્યું છે કે, તેણે આઉઠ થવાની નવી રીત શોધી લીધી છે. સાથે જ સવાલ પણ પૂછ્યો છે કે, આ ડિસમિસ થવાની સૌથી વિચિત્ર રીત છે ?  આ વીડિયો પર ટ્વીટર યુઝર્સ રમૂજી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સાથે જ માહિતી પણ આપી રહ્યા છે કે, આવી રીતે સચિન તેંડુલકર અને એબીડી વિલિયર્સ પણ આઉટ થયા છે.આ ઉપરાંત એક યુઝર્સે વીડિયો મુકીને પણ હિટવિકેટનો પુરાવો આપ્યો છે.

નાઈટન્સ અને ટાઈટન્સ વચ્ચે રમાયેલી આ મેચમાં આયાબુલેલાએ 7 બોલ પર બે ચોગ્ગાની મદદથી 12 રન બનાવ્યા હતા. ટાઈટન્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં કુલ 143 રન બનાવ્યા હતા. નાઈટ્સે આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી.

rps-baby-world-1

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments