Homeગુર્જર નગરીતો વલસાડ શહેર આ કામમાં ઈતિહાસ રચી દેશે

તો વલસાડ શહેર આ કામમાં ઈતિહાસ રચી દેશે

Team Chabuk-Gujarat Desk: પહેલા રોડ બનતા હતા ત્યારે એટલી મંથર ગતિએ બનતાં હતાં કે બીજું ચોમાસુ આવી જતું અને બનાવેલો રોડ પણ ઉખાડીને ચાલ્યું જતું. તેની જગ્યાએ બ્રીજ બનાવવાની કામગીરી હવે એક નવા સ્તરે પહોંચી છે. વલસાડ શહેરમાં માત્ર 20 દિવસમાં ઓવરબ્રીજ પૂર્ણ કરવાનો કિર્તીમાન રચાયો છે. અહીં 75 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે જ્યારે 22 જૂન સુધીમાં સંપૂર્ણ કામ પૂર્ણ થઈ જશે તેવો દાવો કરવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રોજેક્ટની અંદાજીત કિંમત રૂપિયા 4.5 કરોડ છે.

વલસાડના ઓવરબ્રીજ અંગેની સંપૂર્ણ માહિતી ચીફ જનરલ મેનેજર શ્યામસિંહ દ્વારા આપવામાં આવી હતી. WDFCનાં ચીફે કહ્યું હતું કે, “માત્ર એક અઠવાડિયામાં આશરે 75 ટકા ઓવરબ્રીજનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ ઓવરબ્રીજનાં નિર્માણનું કાર્ય 2 જૂનનાં રોજ શરૂ થયું હતું અને અમને વિશ્વાસ છે કે, અમે તેનું બાંધકામ 20 દિવસમાં પૂર્ણ કરીશું. સરકારે 20 દિવસ સુધી ટ્રાફિક બ્લોક કરવાની મંજૂરી આપી હતી.’’

વલસાડનો આ બ્રીજ પૂર્વ વલસાડને પશ્ચિમથી જોડે છે. બ્રીજ પ્રકારના કોઈ પણ બાંધકામને આટોપવા માટે જ્યાં માણસોની અવરજવર હોય એ કામને ત્વરિત પૂર્ણ કરવું હોય તો કમસેકમ 100 દિવસની અવધિ જોઈએ. જોકે અહીં તેનાથી પણ ઝડપથી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. 100 દિવસ સુધી તો ટ્રાફિકને બ્લોક કરી જનતાને પરેશાન ન કરી શકાય. જેથી ઓથોરિટીએ કેટલોક હિસ્સો પહેલાથી જ બનાવ્યો અને તેને એકસાથે જોડી પુલ બનાવવાની યોજના બનાવી.

આ કામગીરીમાં પુલના ભાગને જોડવા માટે સ્થળ પર જ ચાર હેવી ડ્યુટી હાઈડ્રોલિક ક્રેન લગાવવામાં આવ્યા હતા. જેની ક્ષમતા 300 મેટ્રિક ટન અને 500 મેટ્રિક ટન છે. બાંધકામના આ કામને વેગીલું બનાવવું આમેય જરૂરી હતું કારણ કે મહામારીના સમયે અવારનવાર ઘણી અડચણો આવતી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments