Homeગામનાં ચોરેજિયોના ચાનાનું નિધન એટલે કે 38 પત્નીઓ વિધવા, 89 બાળકોએ પિતાનો છાયો...

જિયોના ચાનાનું નિધન એટલે કે 38 પત્નીઓ વિધવા, 89 બાળકોએ પિતાનો છાયો ગુમાવ્યો, 33 પૌત્ર પૌત્રીઓ દાદા વિહોણી

Team Chabuk-National Desk: મિઝોરમની રાજધાની આઈઝોલની પાસે બખ્તવાંગ ગામમાં રહેનારા દુનિયાના સૌથી મોટા પરિવારના મુખિયા જિયોના ચાનાનું ગઈકાલના રોજ નિધન થયું હતું. 76 વર્ષીય જિયોના ચાનાના નિધનની મિઝોરમના મુખ્યમંત્રી બોરામથંગાએ ટ્વીટ કરી માહિતી આપી હતી. મુખ્યમંત્રી જોરામથંગાએ કહ્યું કે, મિઝોરમનું બખ્તવાંગ ગામ જિયોના ચાનાના મોટા પરિવારને કારણે પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

મોંઘવારીના આ સમયે ચાર પાંચ સભ્યોવાળા પરિવારનું પાલન પોષણ કરવું એ મોટા પડકારરૂપ હોય છે. જેની સામે જીયોના ચાનની 38 પત્નીઓ અને 89 બાળકો સાથે 14 વહુઓ અને 33 પૌત્ર-પૌત્રીઓની સાથે બખ્તવાંગ ગામમાં 100 ઓરડાના ઘરમાં રહેતા હતા. ને તોપણ તેમણે સામાન્ય વાત હોય એવી રીતે આખા ઘરને મેનેજ કરી લીધું હતું.

જિયોના ચાના સુથારનો વ્યવસાય કરતા હતા. પરિવારની મહિલીઓ ખેતીવાડી કરતી હતી અને ઘર ચલાવવામાં યોગદાન આપતી હતી. ચાનાની સૌથી મોટી પત્ની ઘરના તમામ સભ્યોના કાર્યોનું વિભાજન કરવાની સાથે સાથે કામકાજ પર પણ ધ્યાન આપતી હતી. ઘરની મહિલાઓનાં કારણે જ જિયોના ચાનાનું આટલું મોટું વટવૃક્ષ એકસાથે ટકી શક્યું હતું.

એક સામાન્ય પરિવારમાં જે કરિયાણું બે મહિના ચાલે છે આ પરિવારમાં એક જ દિવસ ચાલતું હતું. અહીં એક જ દિવસમાં 45 કિલોથી વધારે ભાત, 30-40 મુરઘાઓ, 25 કિલો દાળ, ડઝન જેટલા ઈંડા, 60 કિલો શાકભાજીની જરૂરિયાત રહેતી હતી. આ સિવાય પરિવારમાં 20 કિલો ફળ પણ લઈ આવવામાં આવતા હતા અને એક જ દિવસમાં ખવાઈ પણ જતા હતા.

દુનિયાના સૌથી મોટા પરિવારના સભ્યોનું નામ, તેમનો જન્મદિવસ અને તેમના દૈનિક ક્રિયાકલાપ પર ધ્યાન રાખવું અઘરું થઈ પડતું હતું. આ વિશે ચાનાના સૌથી મોટા પુત્ર નુનપરલિયાના યાદ કરતા કહે છે કે, પરિવારના તમામ સભ્યોનું નામ યાદ રાખવું એટલું પણ અઘરું નથી. લોકો પોતાના અસંખ્ય મિત્રોના નામ યાદ તો રાખે જ છે ને. અમે એ જ રીતે અમાર ભાઈ બહેનો એમના બાળકોનું નામ યાદ રાખીએ છીએ. જન્મદિવસ યાદ રાખવામાં પરેશાની થાય છે. જોકે કોઈને કોઈ વ્યક્તિને તો યાદ આવી જ જાય છે.

આ સમગ્ર વિસ્તારની રિયાસતમાં પણ પરિવારનો ખાસ્સો દબદબો છે. એક સાથે એક જ પરિવારમાં આટલા બધા લોકોના વોટ હોવાના કારણે તમામ નેતાઓ અને વિસ્તારની રાજનીતિક પાર્ટીઓ આ પરિવારને ખાસ્સુ મહત્વ આપે છે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ પરિવાર જે પાર્ટી તરફ ઢળી જાય છે તેને અઢળક વોટ મળવા ઉપરથી તેની જીત નક્કી માનવામાં આવે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments