Homeગુર્જર નગરીવલસાડ: પરણિત યુવતી પતિ,પરિવારને બંગાળથી છોડી પ્રેમી સાથે ગુજરાત આવી, પ્રેમીનું ટ્રક...

વલસાડ: પરણિત યુવતી પતિ,પરિવારને બંગાળથી છોડી પ્રેમી સાથે ગુજરાત આવી, પ્રેમીનું ટ્રક અકસ્માતમાં મોત

Team Chabuk-Gujarat Desk: પશ્ચિમ બંગાળમાં પતિને છોડી બિહારના પ્રેમી સાથે ગુજરાત આવેલી પરણિતાના પ્રેમનો કરૂણ અંજામ આવ્યો છે. પ્રેમીનું અકસ્માતમાં મોત થતાં હવે પ્રેમિકા નિરાધાર બની છે. બીજી તરફ યુવકના પરિવાર પર પણ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પશ્ચિમ બંગાળમાં રહેતી યુવતીને છેલ્લા કેટલાય વર્ષોથી બિહારના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ જ કારણોસર યુવતી તેના સાસરે પણ જતી ન હતી.

પરણિત યુવતી પ્રેમી સાથે ભાગીને ગુજરાત આવી હતી

આ દરમિયાન 10 જુલાઈએ પ્રેમી યુવક યુવતીના પરિવારની જાણ બહાર ગુજરાત લઈ આવ્યો હતો. યુવકને વલસાડના ધરમપુરમાં ખાનગી કંપનીમાં બાંધકામની સાઈડ પર નોકરી મળતા તે છૂટક મજૂરી કરતો હતો. 2 ઓગસ્ટે સાંજે ધરમપુર ચોકડી પરથી યુવક-યુવતી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એક ટ્રક ચાલકે બંનેને અડફેટે લીધા હતા જેમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ હતી.

યુવતીના બે વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા

2 વર્ષ પહેલાં યુવતીના લગ્ન થયા હતા. જોકે, યુવતીને આ લગ્ન મંજૂર ન હોવાથી તે સાસરે જ જતી ન હોવાની માહિતી મળી છે. બંને ભાગીને ગુજરાત આવ્યા બાદ અહીં ઝૂંપડામાં રહેતા હતા. છેલ્લા 4 વર્ષથી યુવક-યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાનો દાવો કરાયો છે. યુવકના મિત્રએ વલસાડના ધરમપુરમાં એક ખાનગી કંપનીની બાંધકામ સાઈડ પર છૂટક મજૂરીનું કામ અપાવ્યું હતું.

ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

આ સમગ્ર મુદ્દે યુવતીએ ટ્રકચાલક વિરુદ્ધ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવતીની ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે. યુવતીનો આરોપ છે કે, ટ્રકચાલક પૂરપાટ ઝડપે ટ્રક ચલાવી રહ્યો હતો. હાલ યુવતીની હાલત સ્થિર છે જો કે, હવે તેની સામે અન્ય પ્રશ્નો ખડા થયા છે. હાલ તો યુવતી પોતાના પરિવાર પાસે પરથ ફરે અને પરિવાર તેને સ્વીકારે તેવી આશા સેવાઈ રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments