Homeગામનાં ચોરેEDએ બિઝનેસમેન ગૌતમ થાપરની ધરપકડ કરી છે શા માટે?

EDએ બિઝનેસમેન ગૌતમ થાપરની ધરપકડ કરી છે શા માટે?

Team Chabuk-National Desk: ઈડીએ મંગળવારના રોજ મની લોન્ડ્રિંગ કેસમાં બિઝનેસમેન અને અવંતા ગ્રુપના પ્રમોટર ગૌતમ થાપરની ધરપકડ કરી લીધી છે. તપાસ એજન્સીએ હાલમાં જ મની લોન્ડ્રિંગ કેસમાં દિલ્હી અને મુંબઈના અવંતા ગ્રુપ અને થાપર સહિત તેના કેટલાય વરિષ્ઠ અધિકારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. દરોડા બાદ થાપરની પૂછપરછ પણ કરવામાં આવી હતી.

થાપર પર બેંક ફંડનો દુરપયોગ કરવો, સંબંધિત પક્ષોની સાથે ખોટી લેણદેણ, ખોટી રીતે બેંકો પાસેથી લોન લેવી, અપરાધિક ષડયંત્ર રચવું, નકલી વાઉચર અને નાણાકીય વિવરણ જેવા ટોપલાબંધ આરોપ લાગેલા છે. તપાસ એજન્સીઓ આ કેસમાં જ તેમની વિરૂદ્ધ તપાસ કરી રહી છે. થાપર પર આ તમામ આરોપ ફોરેન્સિક ઓડિટ રિપોર્ટના આધાર પર લાગેલા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, ઈડીએ ગૌતમ થાપર અને તેની કંપની અને સહયોગીઓની વિરૂદ્ધ બે કેસ ફાઈલ કર્યા છે. જેમાંથી એક કેસ યસ બેંકની સાથે 467 કરોડ રૂપિયાની હેરાફેરીનો છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, યસ બેંકના પૂર્વ કાર્યકારી નિર્દેશક રાણા કપૂરે અવંતા રિયાલીટી પાસેથી બજારમાંથી ખૂબ ઓછી કિંમત પર સંપત્તિના રૂપે લાંચ લીધી હતી. આરોપ છે કે રાણા કપૂરે આ લાંચ, થાપરની કંપનીને લોન ચૂકાવવામાં યસ બેંક પાસેથી પરવાનગી મળી શકે, આ માટે લીધી હતી. આ સંપત્તિની માર્કેટ વેલ્યૂ 685 કરોડ રૂપિયા છે.

થાપર પર બીજો કેસ એસબીઆઈની ફરિયાદના આધાર પર નોંધવામાં આવ્યો છે. એસબીઆઈની ફરિયાદના આધાર પર સીબીઆઈએ સીજી પાવર એન્ડ ઈન્ડસ્ટ્રીયલ સોલ્યૂશન લિમિટેડ, તેના મેનેજિંગ ડાયરેક્ટર ગૌતમ થાપર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓની વિરૂદ્ધ 2435 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવામાં કેસ ફાઈલ કરવામાં આવ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments