Team Chabuk-Gujarat Desk: વલસાડ જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે હીટ એન્ડ રનની ઘટનામાં ત્રણ યુવાનોનું મોત થયું. એક અજાણ્યા વાહન ચાલકે ત્રણ બાઈક સવાર યુવકોને કચડી નાખ્યા હતા. જેમાં ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત થયાં હતા
મોડી રાત્રે બનેલી આ ઘટનાને કારણે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર દોડધામ મચી ગઇ હતી. ઘટનાને પગલે પારડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકો ધરમપુરના મોટી કોસમાડી ગામના હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
લસાડ જિલ્લાના પારડી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર મોડી રાત્રે એક પલ્સર બાઈક પર સવાર ત્રણ યુવકોને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જેને પગલે યુવકો બાઇક સાથે હાઇવે પર ફંગોળાયા હતા. ઘટનાની જાણ થતા જ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો અને આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને યુવકોના મૃતદેહનો કબજો લઈને પીએમ માટે ખસેડાયા હતા. પ્રાથમિક તપાસમાં યુવકો પાસેથી મળેલા આઈકાર્ડના આધારે મૃતકો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટી કોસમાડી ગામના હોવાનું બહાર આવ્યું છે. હાલ પોલીસે આ મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજથી અજાણ્યા વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે.બીજી તરફ ત્રણે યુવાનોના પરિવારજનો શોકમાં ગરકાવ છે. તેઓએ અજાણ્યા વાહનચાલકને ઝડપી લઈ કડકમાં કડક સજા કરવાની માગણી કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત