Team Chabuk-Sports Desk: ઘર આંગણે યોજાનારા શ્રીલંકા પ્રવાસ પૂર્વે ભારતીય ટેસ્ટ અને ટી ટ્વેન્ટી ક્રિકેટ ટીમની જાહેરાત થઈ છે. જે માટે વનડે અને ટી ટ્વેન્ટી ટીમના સુકાની રોહિત શર્માની ટેસ્ટ માટે પણ પસંદગી કરવામાં આવી છે. હવે રોહિત શર્મા ત્રણે ફોર્મેટમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. મુખ્ય પસંદગીકર્તા ચેતન શર્મા દ્વારા આજે સાંજે ચાર વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં ટેસ્ટ ટીમનું એલાન કરવામાં આવ્યું હતું. શ્રીલંકા સામે યોજાનારી ટી ટ્વેન્ટી શ્રેણી માટે વિરાટ કોહલી, ઋષભ પંત અને શાર્દુલ ઠાકુરને આરામ આપવામાં આવ્યો છે. શાર્દુલ ઠાકુરને ટેસ્ટમાં પણ આરામ આપવામાં આવ્યો છે.
ટેસ્ટ ટીમમાંથી સીનિયર ખેલાડી ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેની બાદબાકી કરી નાખવામાં આવી છે. ચીફ સિલેક્ટર ચેતન શર્માએ કહ્યું હતું કે બંનેની આ શ્રેણી માટે પસંદગી નથી કરવામાં આવી. તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવા માટે છૂટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ બંને ખેલાડી છેલ્લા કેટલાય સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યા હતા.
શ્રીલંકા શ્રેણી માટે ભારતની ટેસ્ટ ટીમ
- રોહિત શર્મા (કેપ્ટન)
- મયંક અગ્રવાલ
- પ્રિયાંક પંચાલ
- વિરાટ કોહલી
- શ્રેયસ અય્યર
- હનુમા વિહારી
- શુભમન ગિલ
- ઋષભ પંત
- કે.એસ.ભરત
- રવિચંદ્રન અશ્વિન (ફિટનેસ પર આધારિત)
- રવીન્દ્ર જાડેજા
- કુલદીપ યાદવ
- જસપ્રીત બુમરાહ (વાઈસ કેપ્ટન)
- મોહમ્મદ શમી
- મોહમ્મદ સિરાઝ
- ઉમેશ યાદવ
- સૌરભ કુમાર
ટી ટ્વેન્ટી માટે ભારતીય ટીમ
- રોહિત શર્મા (કેપ્ટન)
- ઋતુરાજ ગાયકવાડ
- ઈશાન કિશન
- સૂર્યકુમાર યાદવ
- શ્રેયસ અય્યર
- વેંકટેશ અય્યર
- દીપક હુડ્ડા
- જસપ્રીત બુમરાહ (વાઈસ કેપ્ટન)
- મોહમ્મદ સિરાઝ
- હર્ષલ પટેલ
- સંજૂ સેમસન
- રવીન્દ્ર જાડેજા
- યુઝવેન્દ્ર ચહલ
- રવિ બિશ્નોઈ
- કુલદીપ યાદવ
- આવેશ ખાન
શ્રીલંકાનો ભારત પ્રવાસ
તારીખ | T20I | સ્થળ |
24 ફેબ્રુઆરી | પ્રથમ ટી ટ્વેન્ટી | લખનઉ |
26 ફેબ્રુઆરી | બીજી ટી ટ્વેન્ટી | ધર્મશાલા |
27 ફેબ્રુઆરી | ત્રીજી ટી ટ્વેન્ટી | ધર્મશાલા |
ટેસ્ટ મેચ
તારીખ | ટેસ્ટ | સ્થળ |
4-8 માર્ચ | પ્રથમ ટેસ્ટ | મોહાલી |
12-16 માર્ચ | બીજી ટેસ્ટ | બેંગ્લુરુ (ડે-નાઈટ) |
શ્રીલંકાની વિરુદ્ધ યોજાનારી ટી ટ્વેન્ટી સિરીઝમાંથી વિરાટ કોહલી અને વિકેટકીપર ઋષભ પંતને આરામ આપવામાં આવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝની વિરૂદ્ધ યોજાનારી ત્રીજી ટી ટ્વેન્ટી પૂર્વે બંને ખેલાડી બાયો બબલ છોડી ઘરે પરત ફરી ચૂક્યા છે. એવામાં બંને ખેલાડીઓનું પુનરાગમન ટેસ્ટ શ્રેણીમાં જ થશે. પૂર્વ ભારતીય સુકાની વિરાટ કોહલી માટે આ શ્રેણી ખાસ રહેવાની છે. વિરાટ પોતાની કારકિર્દીમાં 99 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. શ્રીલંકા સામે તે પોતાની 100મી ટેસ્ટ રમશે. જે મોહાલીમાં છે. બેંગ્લોરમાં ડે-નાઈટ ટેસ્ટ હશે. વિરાટ કોહલી અહીં સેન્ચુરી ફટકારી લાંબા સમયનો શતકીય વનવાસ પૂર્ણ કરે છે કે નહીં તેના પર સૌની નજર છે.
તાજેતાજો ઘાણવો
- નવી જંત્રીના અમલને લઈને મોટા સમાચાર, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય
- શું લાગે છે RCB આ વખતે IPLનું ટાઈટલ જીતશે કે ? Grokએ આપ્યો રસપ્રદ જવાબ
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો