Homeગુર્જર નગરીવલસાડ: ચોરીની આવી અજબ ગજબ કરામત ક્યાંય નહીં જોઈ હોય, એક મિનિટમાં...

વલસાડ: ચોરીની આવી અજબ ગજબ કરામત ક્યાંય નહીં જોઈ હોય, એક મિનિટમાં વેપારીનો ગલ્લો ખાલી

Team Chabuk-Gujarat Desk: દુકાનોમાં કેવી રીતે ચોરી થાય છે તેનો એક ચર્ચાસ્પદ કિસ્સો વલસાડના તિથલ રોડ પર બનવા પામ્યો છે. અહીં ત્રણેક જેટલી મહિલાઓએ ચોરીનું જે આખું કારસ્તાન ઘડ્યું તે કોઈ અઠંગ ચોરને પણ વિચારતો કરી દે એવું છે. આ મહિલાઓ પોતાના બે બાળકોની સાથે આવી હતી. દુકાનદારની નજર ચૂકવી ચોરી કરી લીધી, પણ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. ધાબળાધારી આ મહિલાઓએ અજબ કસબની ગજબ કરામત દાખવી હતી.  

વલસાડના તિથલ રોડ ઉપર બનેલી આ ઘટના માત્ર એક મિનિટની અંદર બની ગઈ હતી. અંજામ આપનારી ત્રણ મહિલાની સાથે એક બાળક અને એક કિશોરી પણ હતી. સામે ભોગ બનનાર વેપારી મહિલા હતી. થોડીવારમાં ખેલ શરૂ થયો. એક ભીખારી મહિલા દુકાનની અંદર આવી ગઈ હતી, જેથી વેપારી મહિલા તેને આગળ જવાનું અને બધાને બહાર કાઢવાનું કરતી હતી. બસ આ સમયે જ વેપારી મહિલાને વાતમાં પરોવી લીધી અને બાદમાં કોઈ પણ પ્રકારના ખૌફ વગર કિશોરીએ રૂપિયા ઉઠાવી લીધા. ચોર મહિલાઓની ખાસિયત એ હતી કે તેમણે માથાથી પગ સુધી – નખશીખ સાલ ઓઢી હતી. ઉપરથી એકબીજાને અડીને ઊભી હતી. સાલધારી ચોર મહિલાઓએ દુકાનની મહિલા વેપારીને ઘેરી વાતો કરી અને પાછળથી સગીરાએ ગલ્લો ખાલી કરી નાખ્યો.

જોકે ચોરી કરનારી મહિલાઓને એ ખબર નહોતી કે દુકાનમાં સીસીટીવી કેમેરા લાગેલા છે. તેમની રૂપિયાની ચોરી કરવાની આખી ફિલ્મી હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ખાસ વાત તો એ કે આ મહિલાઓએ શરીર ઉપર સાલ ઓઢી હતી. રૂપિયા સંતાડવા એ સાલનો જ ઉપયોગ કર્યો હતો. જેથી કોઈને ખ્યાલ ન આવે કે તેમની પાસે શું છે?

અજબ કસબ અને કરામતનો નમૂનો રજૂ કરી મહિલાઓ તો પોતાને રસ્તે ચાલી ગઈ. બીજી બાજુ વેપારી મહિલાએ પોલીસને આ સમગ્ર બાબતની જાણ કરી હતી. કેટલી રકમની ઉઠાંતરી થઈ તેનો ચોક્કસ આંકડો તો સામે આવ્યો નથી, પણ પોલીસે સીસીટીવી દૃશ્યોના આધારે કરામત કરી જનારી ચોલટીઓને શોધવા તજવીજ હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments