Homeગુર્જર નગરીવલસાડ: ભીલાડની હોટલમાં પોલીસ ટેબલ પર બેઠેલી હતી અને સામે જ આરોપીઓ...

વલસાડ: ભીલાડની હોટલમાં પોલીસ ટેબલ પર બેઠેલી હતી અને સામે જ આરોપીઓ આવી ગયા

Team Chabuk-Gujarat Desk: વલસાડના ભીલાડની એક હોટલમાંથી પિસ્તોલ, તમંચા અને કારતૂસની સાથે બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. આ ઘટના 29મી જુલાઈના રોજ બની હતી જ્યારે ભીલાડા પોલીસ રાતના સમયે પેટ્રોલિંગમાં નીકળી હતી. આ સમયે જ વલવાડા ઓવરબ્રીજની વલવાડા પોલીસ પણ તેમની સાથે થઈ ગઈ હતી. ત્યાં જ ખાનગી રાહે બાતમી મળી હતી કે વલવાડાની સિંગડી નામની હોટલમાં બે ઈસમો પિસ્તોલ અને કારતૂસ લઈ આવનારા છે. જેથી પોલીસ સતર્ક થઈ ગઈ હતી.

પોલીસ સિંગડી હોટલમાં પહોંચી હતી અને અલગ અલગ ટેબલ પર ગોઠવાઈ હતી. આ સમયે ઈસમો પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને ખાલી ટેબલ પર જગ્યા લીધી હતી. જોકે તેઓ ભાગી છૂટે તે પહેલા જ પોલીસે તેમને ચારેબાજુથી ઘેરી ઝડપી લીધા હતા અને ગેરકાયદેસર પિસ્તોલ, તમંચો અને કારતૂસ સહિતનો મુદ્દામાલ ઝડપી લીધો હતો.  

પોલીસે ઘટનાસ્થળ પર 34 વર્ષીય મૂળ ઉત્તરપ્રદેશના પણ મહારાષ્ટ્રમાં રહેતા નઝીર અહેમદની તલાસી લેતા કમરના નીચેના ભાગમાંથી પિસ્તોલ નીકળી હતી. તો ખિસ્સામાંથી ચાર કારતૂસ પણ મળી આવ્યા હતા. આ પ્રકારે જ મોહમ્મદ હાસીમની પાસેથી પણ દેશી તમંચો મળી આવ્યો હતો. પિસ્ટોલની કિંમત પચાસ હજાર રૂપિયા, દેશી તમંચાની દસ હજાર રૂપિયા, જીવતા કારતૂસ પાંચ જેમાં એકની કિંમત પાંચ હજાર રૂપિયા, બે મોબાઈલ સહિતની કુલ ત્રણ લાખ પિચોતેર હજારનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments