Homeગામનાં ચોરેદુર્લભ ઘટનાઃ નવજાત બાળકીના પેટમાં વિકસી રહ્યા હતા જોડિયા બાળકો !

દુર્લભ ઘટનાઃ નવજાત બાળકીના પેટમાં વિકસી રહ્યા હતા જોડિયા બાળકો !

Team Chabuk-International Desk: ઈઝરાયલના અશદોદમાં એક નવજાત બાળકી ગર્ભવતી થઈ ગઈ. આ સમાચારથી લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. કેટલાક લોકો આ ઘટનાને ચમત્કાર ગણાવી રહ્યા છે તો કેટલાક આ ઘટનાને દુર્લભ ઘટના ગણાવી રહ્યા છે. એક ખાનગી અહેવાલ મુજબ 5 લાખ બાળકોમાં કોઈ એક બાળક સાથે આવી ઘટના થવાની સંભાવના છે.

નવજાતના પેટમાં ભૃણ !

એક ખાનગી અખબારના અહેવાલ મુજબ નવજાત બાળકીનો જન્મ આ મહિનામાં જ અસ્તુતા મેડિકલ સેન્ટરમાં થયો હતો. આ દરમિયાન ડોક્ટરના ધ્યાને આવ્યું કે, નવજાતનું પેટ અન્ય બાળકોની તુલનામાં વધુ મોટું છે. આ બાદ નવજાતનો અલ્ટ્રાસાઉન્ડ અને એક્સ-રે લેવામાં આવ્યો. આ રિપોર્ટમાં સામે આવ્યું કે બાળકીના પેટમાં એક ભૃણ વિકસિત થઈ રહ્યું છે. આ ભૃણ બાળકીના પેટમાં છેલ્લા 10 અઠવાડિયાથી વિકસિત થઈ રહ્યું હતું. 10 અઠવાડિયામાં ભૃણનું મગજ, હ્રદય, હાથ અને પગ વિકસિત થઈ ગયા હતા. હોસ્પિટલના ડાયરેક્ટર ઉમર ગ્લોબસે કહ્યું કે, ભૃણ અત્યારે સંપૂર્ણ રીતે વિકસિત નથી થયું. બાળકીના પેટમાં ભૃણ મળવાથી અમે પણ હેરાન છીએ.

“બાળકીના શરીરમાં એક નહીં બે ભૃણ હતા”

દાવો કરાયો છે કે, એક્સપર્ટની એક ટીમે બાળકીનું ઓપરેશન કરીને નવજાત બાળકીના પેટમાંથી ભૃણ કાઢી નાખ્યું છે. જો કે, જ્યારે ભૃણ કાઢવામાં આવ્યું ત્યારે ટીમ પણ ચોંકી ગઈ. કારણ કે બાળકીના પેટમાં એક નહીં બે ભૃણ વિકસી રહ્યા હતા. ઓપરેશન બાદ હાલ બાળકીનો જીવ જોખમથી બહાર છે.

“આ પહેલાં 7 ઘટના બની ચુકી છે”

ડોક્ટરોને આશંકા છે કે, બાળકીના પેટમાં વધુ એક ભૃણ હોઈ શકે છે. ડોક્ટરની ટીમ સમયાનુંસાર બળકીનું ચેકઅપ કરી રહી છે. ઓપરેશન કરનારી ટીમે દાવો કર્યો કે, ઈઝરાયલમાં આ પહેલાં પણ નવજાતના પેટમાં ભૃણ મળવાની ઘટના સામે આવી ચુકી છે. જેમાંથી એક બાળકી 15 વર્ષની થઈ ચુકી છે. તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments