Team Chabuk-Techno Desk: એરટેલે તાજેતરમાં જ Airtel 5G Plus લોન્ચ કર્યું છે. દેશના 8 શહેર દિલ્હી, મુંબઈ, બેંગાલુરૂ, ચેન્નઈ, સિલિગુડી, હૈદરાબાદ, નાગપુર અને વારાણસીમાં આ સુવિધા ઉપલબ્ધ કરાવી છે. સાથે જ એવી પણ જાહેરાત કરી છે કે 2022ના અંત સુધીમાં તે દેશના તમામ મોટા શહેરમાં Airtelની 5G પ્લસ લોન્ચ કરી દેશે. આવતા વર્ષના અંત સુધીમાં ટેલકોનું દેશના તમામ મોટા શહેરોમાં 5G કવરેજ હશે જેની સ્પીડ 4G નેટવર્ક કરતાં ઓછામાં ઓછી 20થી 30 ગણી હશે.
જો કે, એરટેલની આ સ્માર્ટ અને ઝડપી સુવિધાના ઉપયોગની એક મર્યાદા પણ છે. દાવો છે કે, 5Gનો ઉપયોગ તમામ સ્માર્ટ ફોનમાં નહીં કરી શકાય. તેના માટે કેટલાક ચોક્કસ ફોન તમારી પાસે હોવા જરૂરી છે. જો આ ફોન તમારી પાસે છે તો તમે એરટેલની આ ખાસ સુવિધાઓનો લાભ લઈ શકશો અને તમારું કામ વધુ ઝડપથી કરી શકશો.
તો ચાલો એક નજર આ ફોનના લીસ્ટ પર કરી લઈએ. જો તમે નવો ફોન ખરીદવા ઈચ્છતા હો અને એરટેલ 5Gનો પણ ઉપયોગ કરવાનું મન હોય તો તમારા માટે નીચે જણાવેલા ફોન બેસ્ટ રહેશે. આ ફોનમાં તમે એરટેલની 5G સુવિધાનો આનંદ માણી શકશો.

Apple iPhone 12 સિરીઝ (iPhone 12, iPhone 12 mini, iPhone 12 Pro, iPhone 12 Pro Max), Apple iPhone 13 સિરીઝ (iPhone 13, iPhone 13 mini, iPhone 13 Pro, iPhone 13 Pro Max), Apple iPhone 14 સિરીઝ (iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro, iPhone 14 Pro Max) અને સસ્તા iPhone SE 2022ને Airtel 5G સપોર્ટ મળશે.
The OnePlus Nord, Nord CE, Nord CE 2, Nord CE 2 Lite, Nord 2T 5G, along with the OnePlus 9, OnePlus 9 Pro, OnePlus 10 Pro 5G, OnePlus 10R and OnePlus 10T will directly support Airtel 5G. The OnePlus 8, OnePlus 8 Pro, OnePlus 8T, OnePlus 9R, OnePlus 9RT અને OnePlus Nord 2 5G એરટેલ 5Gને પણ સપોર્ટ કરશે પરંતુ તેના માટે એક સોફ્ટવેર અપડેટની જરૂર પડશે.
તો હવે નવો ફોન ખરીદવા જતી વખતે તમને એ શંકા દૂર થઈ ગઈ હશે કે કયા ફોનમાં તમે 5Gનો ઉપયોગ કરી શકશો. જો ઉપર જણાવેલા મોબાઈલ સિવાય અન્ય કોઈ મોબઈલ તમે પસંદ કર્યો છે અને 5Gનો ઉપયોગ પણ કરવો છે તો તમારે તમારી પસંદગી બદલવી પડશે. આવાજ માહિતીસભર આર્ટકલ વાંચવા માટે ટીમ ચાબુક સાથે જોડાયેલા રહો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત