Homeગુર્જર નગરી‘25 વર્ષ પહેલા કોઈ કામ હોય તો ચા-પાણીમાં પતતું હતું’

‘25 વર્ષ પહેલા કોઈ કામ હોય તો ચા-પાણીમાં પતતું હતું’

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં ગઈકાલે વિધાનસભામાં જે જે મુદ્દાઓ પર ચર્ચા થઈ તેમાં ભાજપ બરાબરની ફસાઈ હતી. સત્તાધારી પાર્ટી પર વિપક્ષના ધારાસભ્યોએ ગુજરાત મોડેલનો દલિતોને સાચવવામાં ફિયાસ્કો થયો છે અને ભાજપનાં રાજમાં રામ રાજ્યની જગ્યાએ કોનું રાજ્ય આવ્યું તેની ચર્ચા થઈ હતી.

વિધાનસભામાં ફરી એક વાર દલિતોનો મુદ્દો ઉંચકાયો હતો. આ અંગે વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અનુસૂચિત જાતિ પરના હુલમાઓ, ખૂન, બળાત્કાર અપહરણ, આભડછેટ જેવા અગણિત બનાવો બની રહ્યા છે. તેમણે દલિતોની સમસ્યા સામે રાખતા જણાવ્યું હતું કે, ગુજરાતના દલિતોને કૂવામાંથી પીવાનું પાણી ન મળે, કરિયાણાની દુકાનેથી અનાજ ન મળે, સામુહિક હિજરત, વરઘોડો નહીં કાઢવાનો, ડી.જેને મંજૂરી નહીં, ઘોડા પર નહિં બેસવાનું, શું આ છે ગુજરાત મોડલ ?

આ ઉપરાંત ધારાસભ્ય નૌશાદ સોલંકી અને ઋત્વિક મકવાણાએ પણ દલિતોનો મુદ્દો ઉચ્ચાર્યો હતો. નૌશાદ સોલંકીએ વડોદરામાં પોલીસની હાજરીમાં દલિતને રહેંસી નાખવાની ઘટનાની કડક શબ્દોમાં આલોચના કરી હતી અને સાથે જ કહ્યું હતું કે, આજે એસસીને અનામતનો લાભ મળતો નથી. સરકારી યોજના માટેનું પોર્ટલ જ બંધ છે.

તો બીજી તરફ ગુજરાત વિધાનસભામાં અદાણી અને અંબાણીના નામના પોકારો ઉઠ્યા હતા. અને એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે શ્રીરામનું રાજ્ય નહિં પણ ઉદ્યોગતપતિઓનું રાજ્ય આવ્યું. આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ ગૃહની બહાર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સત્તા પર છે. કહેતું હતું કે અમે ગુજરાતમાં રામ રાજ્ય લાવીશું. અમે પણ ઈચ્છીએ કે રામ રાજ્ય આવે. જોકે ભાજપ વર્ષોથી સત્તા પર છે. રામ રાજ્ય લાવી શક્યું નથી. આમ કહી તેમણે ભાજપના RAMનો અર્થ કહ્યો હતો, R એટલે રિલાયન્સ, A એટલે અદાણી અને M એટલે મિત્તલ.

આ સિવાય તેમણે જૂની વાતોને સપાટી પર લાવતા અને પ્રશાસનમાં ભ્રષ્ટાચાર કેવો વ્યાપેલો છે તેની વાત કરતા કહ્યું હતું કે, 25 વર્ષ પહેલા કોઈ કામ હોય તો ચા-પાણીમાં પતતું હતું અને આજે મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો અને ફાલ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments