Team Chabuk-National Desk: બાલસભાઓમાં ટેલેન્ટ ભરીભરીને પડી હોય છે. શનિવારે થતી બાલસભાઓ જે શાળામાં હવે થાય છે કે નહીં ખ્યાલ નથી પણ વિદ્યાર્થીઓ પોતાનું આગવું કૌશલ્ય મંચ પર જઈ રજૂ કરતા હોય છે. કેટલીક પ્રાથમિક શાળાઓમાં હજુ પણ બાલસભા થતી હોય તો ત્યાં ‘બસપન કાં પ્યાર’ જેવી ટેલેન્ટ મળી આવે. બચપન નહીં કે બસપન…
છત્તીસગઢનો એક છોકરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. નામ છે સહદેવ દિરદો. એના અવાજમાં ઠાંસી ઠાંસીને મોજ ભરેલી છે. તેના પર મીમ બની રહ્યા છે અને કેટલાય રિમિક્સ ગીતો પણ બની રહ્યા છે. ગીત ગાનારા છોકરાને પણ ખબર નહીં હોય કે તે બે વર્ષ પછી આટલો વાઈરલ થશે. જી હા, વાઈરલ વીડિયો આજથી બે વર્ષ પહેલાનો છે, બધાના હાથમાં આજે રમવા માટે આવ્યો છે.
बचपन का प्यार….वाह! pic.twitter.com/tWUuWFP71f
— Bhupesh Baghel (@bhupeshbaghel) July 27, 2021
હવે બાળક સહદેવ દિરદો ફરી ચર્ચામાં છે. ચર્ચામાં આવવાનું કારણ મુખ્યમંત્રી ભુપેશ બઘલે તેની લીધેલી મુલાકાત. ખૂદ મુખ્યમંત્રી તેના અવાજ અને ગીતના કાયલ થઈ ગયા કે તેને મળ્યા વિના ન રહી શક્યા. તેમનો એક વીડિયો ખૂદ તેમણે ટ્વીટ કર્યો છે, જેમાં તેઓ સહદેવનું ગીત બચપન કા પ્યાર સાંભળતા જોવા મળે છે.
ગીત ગાતા સહદેવના ગળામાં ફૂલોની વરમાળા નાખેલી છે. જ્યારે ગીત પહેલી વખત સામે આવ્યું ત્યારે ખૂદ શેર કરનારને ભનક નહોતી કે સહદેવ આટલો લોકપ્રિય થઈ જશે. સહદેવ નક્સલ પ્રભાવિત વિસ્તારમાં રહે છે. તેનું ગીત બોલિવુડ સિંગર બાદશાહને પણ પસંદ આવ્યું છે અને તેણે પણ તેના પર વીડિયો બનાવ્યો છે. તેણે તો સહદેવની સાથે ગીત ગાવાની ઓફર પણ કરી છે. બાદશાહે આ બાળક સાથે વીડિયોકોલમાં વાત કરી હતી અને તેને ચંદીગઢ બોલાવ્યો હતો.
આ ગીત સહદેવે આજ કાલમાં નથી ગયું. બે વર્ષ પહેલા સહદેવ જ્યારે પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે તેણે શાળાના એક કાર્યક્રમમાં ગાયું હતું. તેની સ્કૂલ ટીચરે આ ગીત સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દીધું હતું, જે અત્યારે છેક બધાની નજર પર આવ્યું છે. અત્યારે સહદેવ ધોરણ સાતમાં અભ્યાસ કરે છે. મુખ્યમંત્રી સાથેના વીડિયોમાં જ જોઈ લો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત