Team Chabuk-Gujarat Desk: દાહોદના લીમખેડામાં મોટા હાથીધરા ગામની હસ્તેશ્વર શાળાના બાળકોના વાલીઓના વહોટસપ ગૃપમાં એક વાલીએ અશ્લીલ ફોટા અને વીડિયો મુકતા વિવાદ સર્જાયો છે. કોઈ વિકૃત માનસિકતા ધરાવતા વાલીએ ગૃપમાં અશ્લીલ ફોટા અને વીડિયો ફોરવર્ડ કરી દીધા હતા. આ ગૃપમાં અનેક મહિલાઓ પણ હતી.
લીમખેડામા મોટા હાથીધરા ગામે આવેલી હસ્તેશ્વર શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓનો શાળા સાથે સંપર્ક રાખવા એક ગૃપ બનાવાયું છે. વાલીઓના ચાલતા ગ્રુપમાં શાળા દ્વારા બાળકોના હોમ વર્ક સહિતની વિગતો મોકલવામાં આવે છે. આ ઉપરાંત સ્કૂલના કાર્યક્રમો વિશે પણ જાણ કરવામાં આવે છે. હોમ વર્કની વિગતો ગૃપમાં આવતી હોવાથી મોટાભાગના બાળકો આ જ મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે. આવા સમયે ગ્રુપમાં હોમ વર્ક માટે મોબાઇલ લઇને બેઠેલા કેટલાક બાળકો આવા ફોટા અને વીડિયો ધ્યાને આવતા તેઓ ક્ષોભમાં મુકાયા હતા.આવા અશ્લીલ વીડિયો અને ફોટા પોતાના માતા-પિતાને બતાવતા તમામનું માથું શરમથી ઝૂકી ગયું હતું. કેટલીક મહિલાઓ ગૃપમાંથી નીકળી પણ ગઈ હતી.
આ અંગે કેટલાક વાલીઓએ શાળા સંચાલકોને રજૂઆત કરી છે અને વિકૃત માનસિકતા ધરાવતા વાલી વિરુદ્ધ પગલાં લેવા માગ કરી છે.શાળાના વોટ્સએપ ગૃપમાં અનેક મહિલાઓ સામેલ છે. જેના કારણે વાલીઓમાં રોષની લાગણી ફેલાઈ છે.
ભૂતકાળમાં પણ રાજકીય પાર્ટીના ગૃપમાં કે અશ્લીલ વીડિયો કે ફોટો ફોરવર્ડ થવાના કિસ્સાઓ બનેલા છે. ત્યારે આવી હરકતોથી ગૃપમાં રહેલી મહિલાઓએને ક્ષોભ અનુભવવાનો વારો આવતો હોય છે. ત્યારે વિકૃત માનસિક્તા ધરાવતા લોકોની આવી હરકત ટીકાને પાત્ર બનતી હોય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત