Homeદે ઘુમા કે‘જો અમે તે કેચ પકડી લીધો હોત તો…’: બાબર આઝમ

‘જો અમે તે કેચ પકડી લીધો હોત તો…’: બાબર આઝમ

Team Chabuk-Sports Desk: પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ અને તેમની ટીમ તો શાનદાર પ્રદર્શન કરી રહી હતી પણ અંતે તેમને નિર્ણાયક મેચમાં જ ઓસ્ટ્રેલિયા સામે નામોશીભર્યાં પરાજયનો સામનો કરવો પડ્યો. જે આખા મેચમાં ક્યાંય ન થયું તે અંતિમ ત્રણ ઓવરમાં થઈ ગયું. મેચ બાદ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ક્યાં ચૂક થઈ ગઈ તેની તમામ વાત પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી.

પાકિસ્તાનની ટીમ વિશ્વકપમાં અપરાજેય હતી. સેમીફાઈનલની હાર તેમની પ્રથમ હાર છે. ટીમે સતત પાંચ મેચ જીતી સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી. બાબર આઝમે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, પ્રથમ હાફમાં અમે જે રીતે શરુઆત કરી હતી, અમે એ રીતે નક્કી કરેલા લક્ષ્યાંક સુધી પહોંચવામાં સફળ થયા હતા. પણ ચેઝના અંતમાં અમે તેમને ખૂબ મોટી તક આપી દીધી.

તેમણે નામ લીધા વગર મેથ્યૂ વેડના કેચની વાત કરી હતી અને પોતાની ટીમના પ્રદર્શન પર સંતોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, જો અમે તે કેચ પકડી લીધો હોત, તો કદાચ તેનાથી અંદર પેદા થાત. પણ અમે આ ટૂર્નામેન્ટમાં જે રીતે પ્રદર્શન કર્યું છે, હું એક કેપ્ટનના રૂપથી ખૂબ જ સંતુષ્ટ છું. મને આશા છે કે અમે પ્રયાસ કરીશું અને અમારી ભૂલમાંથી શીખીશું. અમે આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. અમને તેનાથી આત્મવિશ્વાસ મળશે. અને અમે આ પ્રકારની વધારે રમત રમવાની કોશિશ કરીશું. અમે ખેલાડીઓને જે રોલ સોંપ્યો હતો, તમામે તેને સારી રીતે નિભાવ્યો. જે રીતે લોકોએ અમને સપોર્ટ કર્યો. અમે એક ટીમની રીતે તેનો ખૂબ આનંદ ઉઠાવ્યો. જેમ કે અમે હંમેશાં કરીએ છીએ. અને હું એના માટે ખૂબ જ આભારી છું.

આ હારની સાથે હવે પાકિસ્તાનના વિશ્વકપ અભિયાનનો અંત આવ્યો છે. ટીમે વિશ્વકપની પાંચમાંથી છ મેચ જીતી. દરેક મેચમાં જીતની સાથે તેમની પાસે મેન ઓફ ધ મેચનો ખિતાબ પણ રહ્યો છે. હવે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ટક્કર થશે. બંને ટીમે એક પણ વખત વિશ્વકપ જીત્યો નથી. જેથી હવે વિશ્વને નવો ચેમ્પિયન મળશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments