Team Chabuk-Social Media Desk: ગુજરાતી ડાયરાઓમાં મોટાભાગે સંતની વાતો થાય, સુરાની વાતો થાય, ખુમારીની વાતો થાય, ખાનદાનની વાતો થાય અને કોઈ કોઈ વખત ઝવેરચંદ મેઘાણીના સોરઠી બહારવટીયા કે કાનજી ભુટ્ટા બારોટની હાસ્યવાર્તાઓ થાય. ડાયરાને ઘડી બે ઘડી આનંદ આવે. પણ હવે પરિવર્તનનો પવન ફુંકાયો હોય એવું લાગે છે.
કોઈ એક ગુજરાતી કલાકારે મની હાઈસ્ટ નામના સ્પેનિશ શો જેની લોકપ્રિયતા વિશે અહીં લખવાની જરૂર રહેતી નથી, તેનું ગીત ડાયરામાં રજૂ કરી દીધું. મોટાભાગે તો એવું બનતું હોય છે કે આવા ગીતો ગવાતા હોતા નથી, પણ આ કલાકાર જ્યારે ગીત ગાતો હતો ત્યારે દર્શકો પણ ઝૂમી ઉઠ્યા હતા. એવું નથી કે કલાકાર માત્ર ગુજરાતમાં જ લોકપ્રિય થયો છે, તેના વીડિયો ફક્ત આપણા ગુજરાતી સોશિયલ મીડિયા સેવી જનતાના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં જ આટાફેરા નથી મારી રહ્યા, આ કલાકારનો વીડિયો દિલ્હી અને મુંબઈના લાખો ફેસબુક ફોલોઅર્સ ધરાવતા પેજ પરથી પણ શેર થઈ રહ્યો છે.
સૌથી પહેલા આ વીડિયો કન્કલુઝન 0.1 નામના પેજ પર જોવામાં આવ્યો હતો. જેના ફોલોઅર્સની સંખ્યા 14 લાખ છે. ત્યાંથી વાઈરલ થતાં થતાં હવે બધા પેજ પર બઘડાટી બોલાવે છે. આ કોઈ ગુજરાતી કલાકારે જ ગાયું છે એવું એ પરથી કહી શકાય કે, તેની પાછળ રહેલા બોર્ડમાં ગુજરાતીમાં લખવામાં આવ્યું છે કે, ‘‘23માં પાટોત્સવ નિમિત્તે પૂજાનું આયોજન કરવામાં આવેલું છે. ભક્તજનોને દર્શન માટે સરકારના આયોજન અનુસાર કોવિડ-19ની ગાઈડલાઈનનું ફરજિયાત પાલન કરવાનું રહેશે.’
આમ તો તબલા ઉપર પડતા તડાબડી હાથથી જ ખ્યાલ આવી જાત કે બીજું કોઈ નહીં પણ તબલા વગાડનાર તો આપણો ગુજરાતી જ છે. પાછળ એક દાદા મંજીરા પણ વગાડી રહ્યા છે અને ડાયરામાં આવેલી આ અભૂતપૂર્વ ક્રાંતિને જનતા સ્વીકારી પણ રહી છે. Bella Ciao એ ઈટાલિયન ઉચ્ચારણ છે. 19મી સદીમાં આ વિરોધ કરવા માટે બનેલું લોકગીત હતું. એટલે ડાયરામાં હજુ ‘લોકગીત’ ભૂલાયું નથી. પરંપરા આપણી એ જ રહી છે પણ થોડા આધુનિક થયા છીએ. ઈટાલી બાજુ ચાલ્યા ગયા છીએ.
2009માં અભિનવ કશ્યપે બેશરમ નામની સુપરફ્લોપ ફિલ્મ બનાવી હતી. જેમાં રણબીર કપૂર સાથે તેના માતા પિતા પણ હતા. આ ફિલ્મમાં ‘લવ કી ઘન્ટી’ નામનું ગીત છે. જેની ધૂન પણ ઈટાલીયન Bella Ciao લોકગીત પરથી જ ઉઠાવી લેવામાં આવી છે. 2017ની સાલમાં મની હાઈસ્ટ જ્યારે આવી ત્યારે તેમાં વિવિધ કલાકારો આ ગીત ગાઈ ઉજવણી કરતા જોવા મળે છે. આ ગીતની લોકપ્રિયતા અહીંથી જ વધી છે. આ ગીતનું અંગ્રેજી શીર્ષક છે ગુડબાય બ્યુટીફુલ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત