Homeદે ઘુમા કેએક તો રન નથી બનતા ઉપરથી એવા રેકોર્ડ બની રહ્યા છે જે...

એક તો રન નથી બનતા ઉપરથી એવા રેકોર્ડ બની રહ્યા છે જે કોહલી કોઈ દિવસ યાદ રાખવા ન માગે

Team Chabuk-Sports Desk: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી માટે તેની 200મી આઈપીએલ મેચ દુર્ભાગ્યપૂર્ણ રહી હતી. કોલકત્તા નાઈટ રાઈડર્સ વિરૂદ્ધની આ મેચમાં વિરાટ કોહલીનું બેટ ફરી એક વખત નિષ્ફળ રહ્યું હતું. તે માત્ર પાંચ રન બનાવી પવેલિયન પરત ફર્યો હતો. કોહલીને ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ એલબીડબલ્યુ આઉટ કર્યો હતો અને આ સાથે જ કોહલીના નામે એક નવો રેકોર્ડ નોંધાઈ ચૂક્યો છે.

આ પહેલી વખત થયું છે જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન વિરાટ કોહલી સતત ત્રણ ઈનિંગમાં કોઈ પણ ફિલ્ડરની મદદ વગર જ આઉટ થઈ ગયો હોય. આવેશ ખાન, હરપ્રીત બરાડ બાદ હવે પ્રસિદ્ધ કૃષ્ણાએ કોહલીને કોઈની પણ ક્ષેત્ર રક્ષકની મદદ વગર આઉટ કરી દીધો છે.

આઈપીએલ 2021 જ્યારે મધ્યમાં હતું ત્યારે દિલ્હી કેપિટલ્સની વિરૂદ્ધ મેચ રમતા વિરાટ કોહલીને આવેશ ખાને ક્લીન બોલ્ડ કર્યો હતો. જે આઈપીએલ 2021ની 22મી મેચ હતી. દિલ્હી કેપિટલ્સની વિરૂદ્ધ રમાયેલી આ મેચમાં કોહલીએ માત્ર બાર રન બનાવ્યા હતા. આ એ જ મેચ હતી જેમાં એ.બી.ડિવિલિયર્સે 42 બોલમાં 75 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. આરસીબીએ આ મેચમાં દિલ્હીને એક રનથી હરાવ્યું હતું.

બાદમાં કોહલીની ટીમનો મુકાબલો પંજાબ કિંગ્સની સામે હતો. આ મેચમાં કોહલીએ ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 35 રન બનાવ્યા હતા. અહીં પોતાની આઈપીએલની પ્રથમ મેચ રમી રહેલા હરપ્રીત બરાડે તેને ક્લીન બોલ્ડ કરી દીધો હતો. આ જ મેચમાં હરપ્રીતે એબી અને ગ્લેન મેક્સવેલ જેવા વિસ્ફોટક બેટ્સમેનને આઉટ કરી જેકપોટ જીતી લીધો હતો. અને હવે પ્રસિદ્ધ કૃષ્ણાએ કોહલીને એલબીડબલ્યૂ આઉટ કરી હેટ્રીક લગાવી દીધી છે.

અબુધાબીમાં આરસીબી અને કેકેઆરની વચ્ચે આઈપીએલ 2021ની 31મી મેચમાં કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોહલીના રૂપે પ્રથમ વિકેટ પડી હતી. આરસીબીના એક એક ખેલાડીઓ ફક્ત કાગળ પરના વાઘ સાબિત થયા હતા. ડિ વિલિયર્સ શૂન્ય પર મેક્સવેલ દસ રન પર આઉટ થઈ ગયો હતો. આરસીબીની આખી ટીમ માત્ર 92 રનના સામાન્ય સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. મેચમાં વરુણ ચક્રવર્તી અને આન્દ્રે રસલે ત્રણ ત્રણ વિકેટ લીધી હતી. લોકી ફર્ગ્યુસને બે વિકેટ લીધી હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ કોહલીની વિકેટ લઈ આરસીબીને દબાણમાં લાવી દેવાની મહત્વની ભૂમિકા ભજવી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments