Team Chabuk-Sports Desk: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને બીજો ઝટકો લાગ્યો છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ ઈસીબીએ સુરક્ષાના કારણોસર પાકિસ્તાનનો પ્રવાસ રદ કરી નાખ્યો છે. ઈંગ્લેન્ડની પુરુષ અને મહિલા બંને ટીમને ઓક્ટોબર મહિનામાં પાકિસ્તાનમાં શ્રેણી રમવાની હતી. ત્રણ દિવસ પૂર્વે જ ન્યૂઝીલેન્ડની ટીમે સુરક્ષાનું કારણ આગળ ધરી પાકિસ્તાનમાં યોજાનારી શ્રેણી પહેલા પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. પાકિસ્તાનમાં સુરક્ષા માટે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમે એક જ સુરક્ષા ટીમ સાથે કોન્ટ્રેક્ટ કર્યો હતો.
13 અને 14 ઓક્ટોબરના રોજ પાકિસ્તાનની પુરુષ અને મહિલા ટીમોની સાથે બે બે ટી ટ્વેન્ટી મેચ થવાની હતી. આ તમામ મુકાબલાઓ રાવલપિંડીમાં યોજાવાના હતા. એ પછી ઈંગ્લેન્ડની પુરુષ ટીમને પરત આવી જવાનું હતું, પણ મહિલાઓની ટીમ 17 ઓક્ટોબરથી 21 ઓક્ટોબરની વચ્ચે ત્રણ વનડે મેચ રમવાની હતી.
ઈસીબીએ પોતાના સંદેશમાં લખ્યું છે કે, પાકિસ્તાનમાં પોતાની પુરુષ અને મહિલા ટીમ મોકલવાના હતા. પણ વર્તમાન સ્થિતિને જોતા ન ઈચ્છતા હોવા છતાં અમારે પ્રવાસ રદ કરવો પડી રહ્યો છે. ઈસીબી માટે પોતાના ખેલાડીઓની સુરક્ષા અને માનસિક-શારીરિક સ્વાસ્થ્ય સર્વોપરી છે. વર્તમાન સમયે તેમને દેશના એવા ખૂણે ન મોકલવા જોઈએ જ્યાં તેમના પર અતિરિક્ત દબાણ પડે. કોરોનાના કારણે અમારા ખેલાડીઓ પહેલા જ દબાણમાંથી પસાર થઈ રહ્યા છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર હોવાથી પાકિસ્તાનમાં આનંદનો માહોલ હતો. જોકે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન નજીકમાં સંબંધ રાખતા હોવાથી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને પાકિસ્તાનમાં હુમલાઓ વધારી દીધા હતા. માનવામાં આવી રહ્યું હતું કે, આ સંગઠન ન્યૂઝીલેન્ડની ટીમ પર પણ હુમલો કરવાની ફિરાકમાં હતું. ન્યૂઝીલેન્ડને આ એલર્ટ ઈંગ્લેન્ડની ગુપ્તર એજન્સી MI6એ આપ્યું હતું. જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમે પ્રવાસ રદ કર્યો ત્યારે જ માનવામાં આવી રહ્યું હતું કે, હવે ઈંગ્લેન્ડની ટીમ પણ પ્રવાસ રદ કરી શકે છે.
ન્યૂઝીલેન્ડનો પ્રવાસ રદ થવાના કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને 200 કરોડનું નુકસાન ગયાના અહેવાલ સામે આવ્યા હતા. પાકિસ્તાનના પૂર્વ ખેલાડીઓએ ન્યૂઝીલેન્ડને પ્રવાસ રદ ન કરી પાકિસ્તાનની સુરક્ષા પર વિશ્વાસ રાખવાનું જણાવ્યું હતું. શોએખ અખ્તરે ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન ક્રિકેટની હત્યા કરી છે તેવું નિવેદન આપ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત