Team Chabuk-Gujarat Desk: અમદાવાદ શહેરમાં ફરી સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. આરોપ છે કે, સગીરા જ્યારે સ્કૂલેથી ઘરે પરત ઘરી રહી હતી ત્યારે ધાક-ધમકી આપીને તેને ઇકો કારમાં લઈ ગયો હતો. બાદમાં ખેતરમાં લઇ જઇને સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં આરોપીએ તેને સગીરાને ધમકી આપી હતી કે આ અંગે કોઈને જાણ કરીશ તો તારા પિતાને જાનથી મારી નાખીશ. જો કે, સગીરાએ હિમ્મત કરીને પિતાને આ સમગ્ર મામલો પોલીસે સ્ટેશને પહોંચ્યો છે.
મળતી માહિતી અનુસાર ઓગણજ વિસ્તારમાં રહેતી સગીરાને અંકિત નામના યુવકે મોડી રાત્રે ઘરના ધાબા પર બોલાવીને ધમકી આપી હતી કે, જો તું મને મળવા નહીં આવે તો તારા પિતાને જાનથી મારી નાખીશ. આ ઉપરાંત સગીરાએ તેના પિતાને જણાવ્યું હતું કે, અંકિત ચાર-પાંચ મહિના પહેલા તેની સાથે મિત્રતા કેળવવા માટે આવ્યો હતો. સગીરાએ મિત્રતા કરવાની ના પાડતા તેણે ધમકી આપી હતી. મિત્રતા થયા બાદ બંને અવારનવાર મળતા હતા. આ દરમિયાન આરોપીએ સગીરાને ફોન નંબર પણ આપ્યો હતો. જોકે, સગીરાએ ફોન પર વાત કરવાની ના પાડતા તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આરોપી છે કે, મિત્રતા થયાના એકાદ મહિના બાદ સગીરા જ્યારે સ્કૂલેથી પરત ફરી રહી હતી ત્યારે આરોપી ઓગણજ બળિયાદેવના મંદિર પાસે ઇકો કાર લઇને આવ્યો હતો. અહીં આરોપીએ કિશોરીને ચપ્પુ બતાવીને સાથે ચાલવા કહ્યું હતું. જે બાદમાં આરોપી કિશોરીને ઓગણજ ગામની સીમમાં ખુલ્લા ખેતરમાં લઇ ગયો હતો અને કિશોરીને પિંખી નાખી હતી.

આરોપી અંકિત માથાભારે હોવાથી સગીરાએ આ બાબતની કોઈને જાણ કરી ન હતી. છઠ્ઠી ઓક્ટોબરના રોજ ફરી એક વખત આરોપી સગીરાને ચપ્પુ બતાવીને તે જગ્યા પર લઈ ગયો હતો અને ધમકી આપી ફરી શારીરિક સંબંધ બાંધ્યો હતો. સાથે જ સગીરાના પિતાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે અંતે સગીરાએ તેના પિતાને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત