Homeગામનાં ચોરેમહિલા પર દુષ્કર્મ આચરવા કોન્સ્ટેબલ ઘરમાં ઘુસ્યો, પરિવારજનો જાગી જતાં હાથ પગ...

મહિલા પર દુષ્કર્મ આચરવા કોન્સ્ટેબલ ઘરમાં ઘુસ્યો, પરિવારજનો જાગી જતાં હાથ પગ બાંધી માર માર્યો

Team Chabuk-National Desk: રાજસ્થાનના બાડમેર જિલ્લાના શિવ પોલીસ સ્ટેશન વિસ્તારના એક કોન્સ્ટેબલે સોમવારે મોડી રાત્રે ઘરમાં ઘુસી એક મહિલાનો બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ બૂમાબૂમ કરતા પરિવારજનો જાગી ગયા હતા. આંખ સામે કોન્સ્ટેબલ દેખાતા તેને હરાયા ઢોરની માફક માર મારવામાં આવ્યો હતો.

advertisement-1

ઢોર માર વધી જતાં પોલીસ કોન્સ્ટેબલને હોસ્પિટલ ખસેડવાની નોબત આવી હતી. આ મહિલાએ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલની વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે. ઘટના સામે આવ્યા બાદ એસપીએ ડીએસપીને તપાસના આદેશ આપ્યા છે.

advertisement-1

સોમવારની રાતે શિવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ સુરતાન સિંહ મહિલા પર દુષ્કર્મ આચરવાની નિયતથી ઘરમાં ઘુસ્યો હતો. આ દરમ્યાન પરિવારજનોની ઉંઘ ઉડી ગઈ હતી. તેઓએ કોન્સ્ટેબલના હાથ પગ દોરડા વડે બાંધી દીધા હતા અને તેને બર્બરતાપૂર્વક માર માર્યો હતો. વાત અહીં સુધી ન અટકી અને તેના કપડાં ઉતારી બેસાડી દેવામાં આવ્યો હતો.

advertisement-1

એસપી આનંદ શર્માએ આ અંગે જણાવ્યું કે, એવું લાગી રહ્યું છે કે, કોન્સ્ટેબલના મહિલાની સાથે સંબંધ છે. આ કારણે જ તે તેના ઘર પર પહોંચ્યો હતો. જ્યારે પરિવારજનોએ બંનેને સાથે જોયા તો કોન્સ્ટેબલને માર મારવામાં આવ્યો. હાલ તેનો જિલ્લા હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. સમગ્ર ઘટના સામે આવ્યા બાદ ડીએસપીને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

advertisement-1

શિવ પોલીસ સ્ટેશનના અધિકારી લીલ સિંહના જણાવ્યા અનુસાર, પરિણીતાએ કોન્સ્ટેબલની વિરૂદ્ધ દુષ્કર્મ અને એસસી-એસટી એક્ટ હેઠળ કેસ ફાઈલ કર્યો છે. ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે, મારી નાખવાની ધમકી આપી કોન્સ્ટેબલે દુષ્કર્મ આચર્યું. આ સમયે બૂમાબૂમ કરતા પરિવારજનો જાગી ગયા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments