Homeદે ઘુમા કેટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સાથે મેન્ટર તરીકે જોડાયેલા મહેન્દ્ર સિંહ ધોનીના...

ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સાથે મેન્ટર તરીકે જોડાયેલા મહેન્દ્ર સિંહ ધોનીના આ નિર્ણયથી BCCI ખુશ

Team Chabuk-Sports Desk: IPL પૂર્ણ થયા બાદ તુરંત જ ટી-20 વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. IPL બાદ ભારતીય ટીમ તરત જ ટી-20 વર્લ્ડ કપમાં વ્યસ્ત થઈ જશે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પણ ભારતીય ટીમમાં મહત્વની ભૂમિકા રહેશે. જો કે મહેન્દ્ર સિંહ ધોની (mahendra singh dhoni) મેદાન પર નહીં જોવા મળે પરંતુ તે ભારતીય ટીમ સાથે મેન્ટર (mentor) તરીકે જોડાયો છે. મહેન્દ્ર સિંહ ધોની પ્રથમ વખત મેન્ટરની ભૂમિકામાં જોવા મળશે. મેન્ટોર તરીકે ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલા મહેન્દ્ર સિંહ ધોની આ જવાબદારી નિભાવવામાં માટે કેટલી ફી લેશે તેના પર ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે આ અંગે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે માહિતી આપી છે.

મહેન્દ્ર સિંહ ધોની ભારતીય ટીમમાં મેન્ટર તરીકેની મહત્વની ભૂમિકા ભજવશે. પરંતુ મહેન્દ્ર સિંહ ધોની આ માટે કોઈ પણ પ્રકારની ફી લેશે નહીં. મહેન્દ્ર સિંહ ધોની મેન્ટોર તરીકે બીસીસીઆઈ પાસેથી એક પણ રૂપિયો ફી નહીં લે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું છે કે, ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના મેન્ટરની ભૂમિકા નિભાવવા માટે મેહન્દ્ર સિંહ ધોની કોઈ ફી નહીં લે. જય શાહે બીસીસીઆઈ તરફથી મહેન્દ્ર સિંહ ધોનીનો આભાર વ્યક્ત કર્યો હતો.

advertisement-1

મહત્વનું છે કે આ વખતે ટી-20 વર્લ્ડ કપ યુએઈ અને ઓમાનમાં યોજાઈ રહ્યો છે. 17 ઓક્ટોબરથી ટી-20 વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમશે.

બીસીસીઆઈએ જ્યારે ટી-20 વર્લ્ડ કપ માટેની ટીમ જાહેર કરી ત્યારે જ મહેન્દ્ર સિંહ ધોની ભારતીય ટીમ સાથે મેન્ટર તરીકે જોડાશે તેવી માહિતી આપી દીધી હતી. ટીમના કોચ, કેપ્ટન અને વાઈસ કેપ્ટન સાથે વાતચીત કરીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ભારતીય ટીમ માટે આ ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપ ખૂબ જ મહત્વનો મનાઈ રહ્યો છે. વિરાટ કોહલી અગાઉથી જ જાહેર કરી ચુક્યો છે કે તે આ વર્લ્ડ કપ પછી ટી-20 ફોર્મેટમાં ભારતીય ટીમનું સુકાની પદ છોડી દેશે. તેથી વિરાટ કોહલીને વર્લ્ડ કપની જીત સાથે વિદાય આપવા માટે ટીમ તમામ તાકાત લગાવી દેશે. ભારતીય ટીમ છેલ્લે 2007માં ટી-20 વર્લ્ડ કપમાં વિજેતા બની હતી.

ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ

વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, આર અશ્વિન, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મહોમ્મદ શમી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments