Homeગુર્જર નગરીદહીં ખાઈને 10 અઠવાડિયાની તાલીમ પૂર્ણ કરી ગુજરાતી મૂળની નૈત્રી પટેલે અમેરિકન...

દહીં ખાઈને 10 અઠવાડિયાની તાલીમ પૂર્ણ કરી ગુજરાતી મૂળની નૈત્રી પટેલે અમેરિકન નેવીમાં કાઠું કાઢ્યું

Team Chabuk-Gujarat Desk: મહિલાઓ પણ હવે વિવિધ ક્ષેત્રમાં કાઠું કાઢી રહી છે. ગુજરાતી મહિલાઓની સફળતા હવે દરિયા પાર પણ પહોંચી ગઈ છે. આવી જ એક ગુજરાતી મૂળની યુવતીએ અમેરિકામાં પોતાનો ડંકો વગાડ્યો છે. ગુજરાતના ચિખલી તાલુકાની પાટીદાર યુવતીએ અમેરિકામાં રંગ રાખ્યો છે. મૂળ ચિખલી તાલુકાના વાંઝણા ગામની નૈત્રી પટેલે (naitri patel) અમેરિકન નેવીમાં પસંદગી પામીને પોતાનું અને દેશનું નામ રોશન કર્યું છે.

મૂળ ચિખલી તાલુકાના વાંઝણા ગામની અને અમદાવાદની પાલડી ખાતેની શાળામાં અભ્યાસ કરીને ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયેલી નૈત્રી પટેલની (naitri patel) અમેરિકન નેવીમાં પસંદગી થઈ છે. નૈત્રી પટેલ (naitri patel) અમેરિકા પોતાના નાના-નાનીના ઘરે અભ્યાસ માટે ગયેલી. હાલ તેની પસંદગી અમેરિકન નેવીમાં થઈ છે. નૈત્રી પટેલ (naitri patel) અમેરિકામાં પ્રથમ એવી ગુજ્જુ યુવતી છે કે જેની પસંદગી અમેરિકન નેવીમાં થઈ હોય.

અમેરિકામાં મિસિસિપી ખાતે કોલેજમાં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરતી નૈત્રી પટેલને (naitri patel) પહેલેથી જ પાયલટ બનવાનું સ્વપ્ન હતું. અમેરિકા આવ્યા બાદ તેને અહીંની આર્મીમાં જોડાવાનો વિચાર આવ્યો અને ત્યારબાદ તેણે નેવીમાં જોડાવા માટે પ્રવેશ મેળવ્યો. 10 અઠવાડિયાની કઠિન તાલીમ લઈને અંતે નૈત્રી પટેલ (naitri patel) અમેરિકન નેવીમાં પસંદ થઈ.

અમેરિકામાં નેવીની તાલીમ ખૂબ જ અઘરી હોય છે. નેવીના કેમ્પમાં ભોજનમાં માત્ર નોન-વેજ આપવામાં આવતું હોય છે. પરંતુ નૈત્રી (naitri patel) વેજિટેરિયન હોવાથી તેણે માત્ર દહીં અને સલાડ ખાઈને તાલીમ પૂર્ણ કરી હતી. શિકાગોના નેવલ બેઝ ટ્રેનિંગ સેન્ટર ખાતે સતત 10 અઠવાડિયા સુધી તેણે ભોજનમાં દહીં અને સલાડ ખાઈને તાલીમ લીધી હતી. જમવા ઉપરાંત નૈત્રી પટેલને (naitri patel) અમેરિકામાં ચાલતા રંગભેદની નીતિનો પણ સામનો કરવો પડ્યો હતો. પરંતુ તમામ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈને નૈત્રી પટેલે (naitri patel) અમેરિકન નેવીમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે. કઠિન તાલીમમાંથી પસાર થઈને નૈત્રી પટેલે (naitri patel) અમેરિકન નેવીમાં સેઈલર પદે નિમણૂક મેળવતા પરિવારમાં પણ ખુશીનો માહોલ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments