Team chabuk-Sports Desk: કોઈ સેલિબ્રિટી કોઈ કંપનીને મોટો ફાયદો પણ કરાવી શકે છે અને નુકસાન પણ. મોટી કંપનીઓ કપડા, સૂઝ કે કોઈ અન્ય ખાવા-પીવાની વસ્તુઓનું માર્કેટિંગ કરતાં હોય છે. આ માર્કેટિંગની સ્ટ્રેટજીથી કંપની લાખો-કરોડો રૂપિયાનો નફો કરી લેતી હોય છે. જો કે, ક્યારેક આવા જ પ્રતિષ્ઠીત વ્યક્તિના કોઈ એવા નિવેદન કે રિએક્શનથી કંપનીને મોટું નુકસાન પણ વેઠવું પડતું હોય છે. કોકા કોલા સાથે પણ આવું જ થયું છે. રોનાલ્ડોના એક વાક્યથી કંપનીનું 1 બે નહીં પણ પુરા 29 હજાર કરોડનું નુકસાન થઈ ગયું છે.
શું છે સમગ્ર મામલો ?
પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર રોનાલ્ડો હાલ યુરો કપમાં રમી રહ્યો છે. તાજેતરમાં જ તેની ટીમની પહેલી મેચ હંગરી સામે હતી. આ મેચ પહેલાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. રોનાલ્ડો પણ આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યો હતો. પ્રેસ કોન્ફરન્સમાં સામેલ થવા તે નિર્ધારિત સ્થળે પહોંચ્યો, ખુરશી પર બેસ્યો. આ દરમિયાન તેની નજર ટેબલ પર રાખેલી કોકો કોલાની બોટલ પર ગઈ. તેણે બોટલ સાઈડમાં મૂકી અને લોકોને પાણી પીવા અપીલ કરી. આ તમામ ક્રિયા માત્ર 10 સેકન્ડમાં પતી ગઈ. જો કે, રોનાલ્ડોની 10 સેકન્ડના આ વ્યવહારથી કોકા કોલાને 29 હજાર કરોડનું નુકસાન થઈ ગયું.
Cristiano Ronaldo was angry because they put Coca Cola in front of him at the Portugal press conference, instead of water! 😂
— FutbolBible (@FutbolBible) June 14, 2021
He moved them and said “Drink water” 😆pic.twitter.com/U1aJg9PcXq
‘ધ ડેલી સ્ટાર’નો અહેવાલ
‘ધ ડેલી સ્ટાર’ના એક અહેવાલ મુજબ રોનાલ્ડોની અપીલ બાદ કોકા કોલા બનાવનારી કંપનીના શેર 1.6 ટકા સુધી ઘટ્યા. કંપનીનું માર્કેટ કૈપ 242 અરબ ડોલરથી ઘટીને 238 અરબ ડોલર પર આવી ગયો. કંપનીને એક દિવસમાં 4 અરબ ડોલર એટલે કે અંદાજે 29 હજાર કરોડનું નુકસાન થયું.”
યુરો કપમાં રોનાલ્ડોનો રેકોર્ડ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો મેદાનની અંદર અને બહાર બંને જગ્યાએ પોતાના બેબાક અંદાજ માટે જાણીતો છે. જેનું તાજુ ઉદાહરણ આપણી સામે છે. 35 વર્ષીય રોનાલ્ડો યૂરો કપ 2020માં પણ દમદાર પ્રદર્શન કરી રહ્યો છે. યૂરો કપના પહેલાં મેચમાં પોર્ટુગલે હંગરીને 3-0થી હરાવી હતી. છેલ્લી મીનિટોમાં રોનાલ્ડોએ બે ગોલ કરી ટીમને જીત અપાવી હતી. આ સાથે જ રોનાલ્ડો યુરો કપમાં સૌથી વધુ ગોલ કરનારો ખેલાડી પણ બની ગયો છે. રોનાલ્ડોના નામે યુરો કપમાં 11 ગોલ છે. તેણે ફ્રાંસના પૂર્વ સ્ટાર ખેલાડી માઈકલ પ્લાતિનીના 9 ગોલના રેકોર્ડને તોડી નાખ્યો છે.
આ પણ વાંચો- રોનાલ્ડોની 90-90 મિનિટની પાંચ ઉંઘ પાછળનું શું કારણ છે ?
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત