Homeગામનાં ચોરેપતિને બંધક બનાવી પત્ની અને પુત્રીને પીંખતા રહ્યા નરાધમો

પતિને બંધક બનાવી પત્ની અને પુત્રીને પીંખતા રહ્યા નરાધમો

Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક વ્યક્તિની સામે જ તેની પત્ની અને દીકરીનો બળાત્કાર કરાવામાં આવ્યો હોવાની ઘટના સામે આવતા સમગ્ર ભારતમાં હડકંપ મચી ગયો છે. તેની દીકરી સગીર વયની છે. ઘટના બન્યાના ત્રણ દિવસ બાદ પીડિતે પોતાની આપવિતી પોલીસને જણાવી હતી. તેણે કહ્યું કે ત્રણ નરાધમોએ ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો છે.

પોલીસમાં નોંધવવામાં આવેલી ફરિયાદના આધારે નરાધમોએ બંદૂકના નાળચે મહિલાના પતિના હાથ અને પગ બાંધી દીધા અને તેની સામે જ તેની પત્ની અને સગીર વયની પુત્રી ઉપર બળાત્કાર ગુજાર્યો. એટલું જ નહીં ફરાર થતાં પહેલા જો ફરિયાદ કરે તો જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હતી. આ વારદાતમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે.

આ અંગે સમગ્ર વિગત મહિલાએ જણાવી હતી. મહિલાએ પોલીસને કહ્યું હતું કે, 12 જૂનની રાતના ત્રણ યુવકો તેમના ઘરમાં ઘુસી આવ્યા હતા. તેમણે તેના પતિ અને 11 વર્ષીય પુત્રીને બંધક બનાવી દીધી હતી. મહિલાએ આરોપ લગાવ્યો કે એ પછી આ નરાધમોએ રાતના વારંવાર મહિલા અને તેની પુત્રી પર બળાત્કાર ગુજાર્યો હતો. સગીર વયની તેમની પુત્રી રાડો પાડતી રહી પણ નરાધમો બળાત્કાર ગુજારતા રહ્યા હતા.

એવી વાત સામે આવી છે કે આ દુષ્કર્મની ઘટનાની ફરિયાદ પરિવારે બિલારી પોલીસને કરી હતી તો તેમણે વાતને કાને નહોતી ધરી. એ પછી પીડિત પરિવારે પોલીસના અધિકારીઓને કહ્યું. એ પછી જ અધિકારીઓ પાસે મદદ માગી ત્યારે આરોપીઓની વિરૂદ્ધ કેસ ફાઈલ થઈ શક્યો હતો. પોલીસે આ સમગ્ર ઘટનામાં ગંભીર કલમો લગાવીને એક આરોપીની ધરપકડ કરી લીધી છે. જોકે જ્યારે પોલીસ તરફથી નેશનલ મીડિયાને નિવેદનો આપવામાં આવ્યા ત્યારે ઉત્તર-દક્ષિણની સ્થિતિ જોવા મળી હતી.

ઘટના અંગે બિલારીના સર્કલ ઓફિસર દેશ દિપકે જણાવ્યું કે, ‘‘થાના બિલારીના દેવપુર નગલામાં એક વ્યક્તિએ રિપોર્ટ નોંધાવી છે કે ગત્ત શનિવાર અને રવિવારની મધ્ય રાત્રિએ 12 વાગ્યાથી 1-30 વાગ્યાની વચ્ચે ત્રણ અજ્ઞાત વ્યક્તિઓએ તેની પત્ની અને 11 વર્ષીય પુત્રી પર ગેંગરેપ કર્યો. જ્યાં બિલારી પોલીસ સ્ટેશનમાં લખાવેલી રિપોર્ટના આધારે કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અન્ય અભિયુક્તોની ધરપકડ જલ્દી જ કરવામાં આવશે.’’

જોકે નવભારત ટાઈમ્સ વેબસાઈટને આ અંગેની માહિતી આપતા પોલીસ મથકના અધ્યક્ષ રામવીર સિંહે અલગ જ વાર્તા કહી. તેમણે કહ્યું કે, ‘‘પહેલા પણ આ પ્રકારની ફરિયાદ બંને દ્વારા કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કોઈ સાક્ષી ન મળ્યા. ગામમાં વિવાદ થવાની જાણકારી પણ પ્રાપ્ત થઈ હતી. એ સિવાય પીડિતાની મેડિકલ રિપોર્ટ સામે આવ્યા બાદ જ આ ઘટના સ્પષ્ટ થાશે. જેના આધાર પર આગળની કાર્યવાહી કરવામાં આવશે.’’ બંને અધિકારીઓનાં અલગ અલગ નિવેદનોનાં કારણે હવે પોલીસ તપાસ કઈ બાજુ ઢોલ વગાડતી ગતિ કરી રહી છે તેનો જ ખ્યાલ નથી આવી રહ્યો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments