Team Chabuk-Gujarat Desk: દિવાળી પર અમદાવાદના સિંધુ ભવન રોડ પર જાણે કે યુદ્ધનો માહોલ હતો. અસામાજિક તત્વોએ સમગ્ર રસ્તાને બાનમાં લીધો હતો. પૈસાદાર નબીરાઓએ એટલી હદે આતંક મચાવ્યો હતો કે નાગરિકોના જીવ જોખમમાં મુકાયા હતા. આ નબીરાઓ પોતાની મોંઘીદાટ કારમાં સ્ટંટ કરી રહ્યા હતા અને વીડિયો બનાવી રહ્યા હતા અને કાર પર જ જોખમી રીતે ફટાકડા ફોડી રહ્યા હતા.
આ શખ્સો એવી રીતે ફટાકડા ફોડી રહ્યા હતા કે જો ભૂલથી પણ કોઈ ફટાકડો CNG કાર સાથે ટકરાય તો તે તરત જ સળગી ઉઠે. ફેન્સી ફટાકડા આકાશ તરફ રાખીને નહીં પરંતુ રોડ પર આડા મુકીને ફોડી રહ્યા હતા. જેના કારણે રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ તત્વોના કારણે એક બાજુનો રસ્તો જ બ્લોક થઈ ગયો હતો.
Supar love it good job police@AhmedabadPolice @GujaratPolice #Ahmedabad #Gujarat 😎🇮🇳 pic.twitter.com/aCiRxUM5Jc
— Haresh 🇮🇳 (@HARESHRJADAV3) October 27, 2022
જો કે, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં પોલીસે તાત્કાલિક વીડિયોમાં દેખાતા 9 નબીરાઓને ઝડપી લીધા હતા અને કાયદાનું ભાન કરાવ્યું હતું. તમામ નબીરાઓને પોલીસ એ જ જગ્યાએ લઈ ગઈ જે જગ્યાને તેઓએ બાનમાં લીધી હતી. એટલું જ નહીં જાહેરમાં લોકોની માફી મગાવી અને ઉઠક-બેઠક કરાવી.
પોલીસે કહ્યું કે, લોકોને હેરાન કરનારા લોકોને આવી જ રીતે કાયદાનું ભાન કરાવાશે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કહ્યું હતું કે, નિયમો તોડનારા નબીરાઓની આવી હરકતને પોલીસ બીલકુલ સાંખી નહીં લે. તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવા પોલીસ કટીબદ્ધ છે.
#Gujarat : दिवाली के दिन #Ahmedabad के सिंधु भवन रोड पर उत्पात मचाने वाले युवकों को @AhmedabadPolice ने सिखाया सबक।
— Kaushik Kanthecha (@Kaushikdd) October 26, 2022
गुजरात पुलिस ने उत्पात मचाने वाले युवकों हिरासत में लेकर सिंधु भवन रोड पर उठक-बैठक लगवाई।@GujaratPolice 🙌💫 @sanghaviharsh https://t.co/mScXwlyR92 pic.twitter.com/3cosrKWbQk
મહત્વનું છે કે, તહેવારોની ઉજવણી કરવાનો તમામ લોકોને હક છે. પરંતુ તહેવારોની એવી રીતે પણ ન ઉજવવા જોઈએ જેના કારણે આપણી ઉજવણી બીજા લોકો માટે સજા બની જાય. સિંધુ ભવન રોડ પર રાત્રે હજારો વાહનચાલકો પસાર થતાં હોય છે. એવામાં આવી રીતે ફટાકડા ફોડવા જરા પણ યોગ્ય ન કહેવાય.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત