Homeદે ઘુમા કેT20 World Cup IND vs NED: વરસાદનું વિઘ્ન નહીંવત, જાણો સિડનીના...

T20 World Cup IND vs NED: વરસાદનું વિઘ્ન નહીંવત, જાણો સિડનીના મેદાનનો સૌથી વધુ સ્કોર નોંધાયો છે આ, ભારતનો જોશ હાઈ !

Team Chabuk-Sports Desk: ભારત અને નેધરલેન્ડની મેચ પહેલા સારા સમાચાર મળ્યા છે. સિડનીનું વાતાવરણ સાફ થયું છે. આકાશમાં ઘેરાયેલા વાદળો પણ વિખેરાયા છે. હવામાન વિભાગનું માનીએ તો મેચ દરમિયાન પણ વરસાદનો ખતરો નહીવત છે. એટલે એકવાર ફરી મેદાન પર ભારતીય ટીમનો ‘હાઈ જોશ’ જોવા મળશે.
મહત્વનું છે કે બંને ટીમ પોતાની બીજી મેચ રમવા મેદાને ઉતરશે. ભારતની પહેલી મેચ પાકિસ્તાન સામે હતી જેમાં ભારતની જીત થઈ હતી જ્યારે નેધરલેન્ડની પહેલી મેચ બાંગ્લાદેશ સામે હતી જેમા તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

પીચ રિપોર્ટ પર નજર કરીએ તો સિડનીનું ગ્રાઉન્ડ ગુડ સ્કોરિગ છે. પહેલી ઈનિંગનો એવરેજ સ્કોર 163 છે જ્યારે બીજી ઈનિંગનો એવરેજ સ્કોર 138 રન છે. આ ગ્રાઉન્ડ પર 225 રન હાઈએસ્ટ છે. પીચ સ્પીનર્સ માટે પણ અનુકૂળ છે.

આ મેદાન પર ચેઝના મામલે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ સારો છે. ટીમ ઈન્ડિયાએ 2016માં ઓસ્ટ્રેલિયા સામે અહીં 200 રનના લક્ષ્યનો પીછો કરીને જીત મેળવી હતી.
મહત્વનું છે કે, ભારતીય ટીમ નેધરલેન્ડને ચોક્કસપણે હળવાસથી નહીં લે. કારણ કે, વર્લ્ડ કપની ક્વોલિફાઈંગ મેચોમાં નેધરલેન્ડ્સે યુએઈ અને નામિબિયાને હરાવીને ત્રણમાંથી બે મેચ જીતી હતી. નામિબિયા એ જ ટીમ છે જેણે ગ્રુપ મેચમાં શ્રીલંકાને હરાવ્યું હતું. ગ્રુપ સ્ટેજની વાત કરીએ તો નેધરલેન્ડના બોલરોએ બાંગ્લાદેશને 20 ઓવરમાં 144 રન પર રોકી દીધું હતું. બાંગ્લાદેશ માંડ 9 રનથી જીતી શક્યું હતું.

ભારતની સંભવિત ઈલેવન
રોહિત શર્મા ( કેપ્ટન ), કે.એલ.રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, આર.અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શામી, અર્શદીપ સિંહ

નેધરલેન્ડની સંભવિત ઈલેવન
મેક્સ ઓડૉડ, વિક્રમજીત સિંહ, બાસ ડી લીડ, ટૉમ કૂપર, કોલિન એકરમેન, સ્કોટ એડવર્ડ્સ, રૂલોફ વેન ડેર મેર્વે, ટીમ પ્રિંગલ, ટીમ વાર ડેન ગુટન, ફ્રેડ ક્લાસેન, પૉલ વૈન મીકેરેન

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments