Team Chabuk-Sports Desk: T20 World Cup 2022 એટલે અપસેટવાળી ટૂર્નામેન્ટ. આ સિઝનમાં અત્યાર સુધીમાં ત્રણ અપસેટ સર્જાઈ ચુક્યા છે અને હજુ ટૂર્નામેન્ટની શરૂઆત થઈ છે. ત્યારે હવે આગળની મેચોમાં મોટી ઉલટફેર જોવા મળે તો નવાઈ નહીં. સૌથી પહેલાં સુપર-12માં વેસ્ટઈન્ડિઝનું પ્રવેશ ન કરવું સૌથી મોટો અપસેટ હતો. ત્યારબાદ આર્યાલેન્ડે 2010ની ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવી અને હવે પાકિસ્તાન પર્થના મેદાન પર ઝિમ્બાબ્વે સામે 131 રનનો ટાર્ગેટ ચેઝ ન કરી શકી. ત્રણે ટીમમાં વર્લ્ડ કપ જીતવાની ક્ષમતા છે પરંતુ ફરી એકવાર સાબિત થઈ ગયું છે કે ટી-20 ફોર્મેટમાં કંઈ પણ શક્ય છે.
27 ઓક્ટોબર 2022 આ તારીખ પણ ક્રિકેટ જગતમાં હંમેશા યાદ રખાશે. ભારત સામે હારેલી પાકિસ્તાનની ટીમની બીજી મેચ ઝિમ્બબ્વે સામે ઉતરી હતી જેમાં તેને કારમો પરાજય મેળ્યો છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ 20 ઓવરમાં માત્ર 130 રન કરી શકી હતી. આટલો નાનો સ્કોર જોઈને પાકિસ્તાની ટીમ અને સમર્થકો ખુશ થઈ રહ્યા હતા જો કે, જ્યારે પરિણામ આવ્યું ત્યારે ફરી એકવાર પાકિસ્તાની ટીમ અને સમર્થકોની આંખો છલકાઈ ગઈ.
One for the history books 👏
— ICC (@ICC) October 27, 2022
Iconic moments captured after Zimbabwe's astonishing one-run win against Pakistan.#T20WorldCup #PAKvZIM pic.twitter.com/7Pr8XCbrpz
ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને 1 રને હરાવ્યું. છેલ્લી ઓવરમાં પાકિસ્તાનને 11 રનની જરૂર હતી. જો કે, મોહમ્મદ નવાઝ અને મોહમ્મદ વાસિમ ક્રિઝ પર હોવા છતાં ટીમ લક્ષ્ય સુધી ન પહોંચી શકી. છેલ્લે 3 બોલ પર 3 રનની જરૂર હતી ત્યારે મોહમ્મદ નવાઝ બ્રૈડ ઈવાંસે ફેંકેલા બોલને અડી પણ ન હતો શક્યો. એક ડોટ બોલ ગયા પછી નવાઝ અને ટીમ પર પ્રેસર વધ્યુ હતું ત્યારબાદના બોલ પર તે લોન્ગ ઓન પરથી ચોગ્ગો ફટકારવા જતાં કેચ આપી બેઠો. ત્યારબાદ પાકિસ્તાનની ટીમને 1 બોલ પર 3 રનની જરૂર હતી પરંતુ ક્રિઝ પર આવેલો નવો બેટ્સમેન શાહીન આફ્રિકી માત્ર 1 રન જ ફટકારી શક્યો. આમ પાકિસ્તાનને છેલ્લા બોલે હારનો સ્વાદ ચાખવો પડ્યો. મહત્વનું છે કે, 19મી ઓવરમાં મહમદ નવાઝે સિક્સ ફટકારી પાકિસ્તાનને જીતની નજીક લાવી દીધી હતી. જો કે, આખરે કિનારે આવીને પાકિસ્તાની ક્રિકેટ ટીમની નાવ ડૂબી ગઈ હતી.
Pakistan need 11 from the last over!
— ICC (@ICC) October 27, 2022
Who are you backing? 🤔#T20WorldCup | #PAKvZIM | 📝: https://t.co/ufgJMtZapK pic.twitter.com/BS8lrUVH9g
પાકિસ્તાની ટીમ તરફથી બાબર અને રિઝવાનનો ફરી એકવાર ફ્લોપ શો રહ્યો. રિઝવાન 16 બોલ પર 1 છગ્ગો અને 1 ચોગ્ગાની મદદથી 14 રન ફટકારી શક્યો જ્યારે બાબરે 9 બોલ પર માત્ર 4 રન ફટકાર્યા. પાકિસ્તાન તરફથી સૌથી વધુ 44 રન શાન મસૂદે ફટકાર્યા જ્યારે નવાઝે 22 રનનું યોગદાન આપ્યું પરંતુ બંને ખેલાડી ટીમને જીત સુધી ન પહોંચાડી શક્યા. ઝિમ્બાબ્વે તરફથી સિકંદર રઝાએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી. ઉપરાંત બ્રેડ ઈવાંસે 2 મહત્વની વિકેટ પોતાના નામે કરી હતી.
Babar with a beauty!
— ICC (@ICC) October 27, 2022
We can reveal that this catch from Babar Azam is one of the moments that could be featured in your @0xFanCraze Crictos of the Game packs from Pakistan v Zimbabwe.
Grab your pack from https://t.co/8TpUHbyGW2 to own iconic moments from every game. pic.twitter.com/tKwdjCrJdG
આ તરફ ઝિમ્બાબ્વે તરફથી કેપ્ટન ક્રેગ ઈર્વિન 19 રન, વેસ્લે મધવેરે 17 રન, સીન વિલિયમ્સ 31 રન તેમજ સિકંદર રજાએ 9 રન ફટકાર્યા. ત્યારબાદ રેયાન બર્લ અને ઈવાંસે ઈનિંગ સંભાળી હતી અને ઈવાંસે 19 તેમજ રેયાને 10 રન બનાવી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.પાકિસ્તાન તરફથી સૌથી વધુ મોહમ્મદ વસીમે 4 વિકેટ ઝડપી. જ્યારે શાદાબ ખાને ત્રણ વિકેટ ઝડપી. તો હારિસ રઉફે 4 ઓવરમાં એક મેઈડન ઓવર સાથે માત્ર 12 રન આપ્યા અને એક વિકેટ લીધી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત