Team Chabuk-Gujarat Desk: ચૂંટણી નજીક છે. નવું મંત્રીમંડળ બન્યા પછી તેમણે એક કામ જોરોશોરોથી હાથમાં લીધું અને એ છે સરકારી ભરતી કરવાનું. એનું અર્થઘટન તો એવું થઈ રહ્યું છે કે ભૂતકાળમાં ગુજરાત ભાજપની સરકારે યુવાનોને રોજગારી આપવામાં કંઈ ખાસ નથી ઉકાળ્યું. ઉકાળવા માટેની મહેનત કરી હતી પણ કરવા ગયા કંસાર અને થઈ ગઈ થુલી. ગુજરાતની ભાજપ સરકારના શાસનમાં પેપર પાઈપલાઈન હોય તેમ ફૂટવા લાગ્યા. હવે એક મોટો ઘટસ્ફોટ થયો છે.
ગુજરાતની નવી સરકારે સ્વીકાર્યું છે કે છેલ્લા બે વર્ષથી 16 જિલ્લાઓમાં એક પણ ઉમેદવારને સરકારી નોકરી નથી મળી. રોજગારીના દાવા કરતી ભાજપ સરકારનું સૂરસૂરિયું ત્યારે થઈ ગયું જ્યારે વિધાનસભામાં આંકડા થકી માહિતી મળી કે છેલ્લા બે વર્ષમાં 1278 ઉમેદવારોને જ સરકારી નોકરી મળી છે. એમાંય 16 જિલ્લા તો એવા છે જ્યાં એક પણ ઉમેદવારને સરકારી નોકરી નથી મળી. જણાવી દઈએ કે રાજ્યમાં 3,46,436 શિક્ષિત અને 17,816 અર્ધશિક્ષિત મળીને કુલ 3,64,252 નોંધાયા છે.
કોંગ્રેસના ધારાસભ્યએ રોજગારીને અનુલક્ષીને જ્યારે સવાલ કર્યો ત્યારે સરકાર તરફથી વિધાનસભામાં જવાબ મળ્યો હતો કે છેલ્લા બે વર્ષમાં જૂનાગઢ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ડાંગ, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, મોરબી, ખેડા, દાહોદ, કચ્છ અને ડાંગ એમ કુલ 16 જિલ્લાઓમાં એક પણ ઉમેદવારને સરકારી નોકરી આપવામાં આવી નથી. એમાંય સંસ્કારી નગરી તરીકે ખ્યાતનામ વડોદરામાં 26921 બેરોજગારો નોંધાયા છે. જ્યાં બે વર્ષમાં એક પણને સરકારી નોકરી પ્રાપ્ત નથી થઈ. મહાનગર અમદાવાદમાં 266628 બેરોજગારોની સામે 25ને સરકારી નોકરી મળી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત